તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:40 કરોડની ITC લેનારો આરોપી ફરી જેલમાં ધકેલાશે, જામીન રદ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જામીનની શરત મુજબની રકમ જમા નહીં કરાવતા GST કોર્ટમાં ગયંુ હતંુ

40 કરોડની આઇટીસી ઉસેટવાના કેસમાં આરોપી અભિનય અગ્રવાલને ફરી જેલ જવાનો વારો આવ્યો છે. આરોપીની અગાઉ હાઇકોર્ટ દ્વારા અપાયેલી જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાઇ છે.બોગસ બિલિંગના આ કેસમાં હાઇકોર્ટે આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો અને તબક્કાવાર એક કરોડ ભરે તો જ જામીન જળવાઈ રહે એમ હતું.

આ શરત પુરી કરવામાં આરોપી સફળ રહ્યો નહતો. સરકાર તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી. નોંધનીય છે કે 100 કરોડથી વધુના બોગસ બિલિંગમાં અભિનય અગ્રવાલ (ડ્રીમ પેલેસ, અલથાણ)ની ધરપકડ કરાય હતી ત્યારબાદ તેણે સેશન્સમાં જામીન અરજી કરી હતી જે નામંજૂર થઈ હતી. જ્યારે હાઇકોર્ટે શરતી જામીન આપ્યા હતા.SGSTના અધિકારીઓેએ કોર્ટના આદેશ બાદ બોગસ બિલિંગના એક અન્ય કેસમાં આરોપી ઉમંગ પટેલની જેલમાં પુછપરછ કરી હતી. કોર્ટે જીએસટીને બે દિવસની પુછપરછ માટેનો સમય આપ્યો હતો.

આ હતી હાઇકોર્ટની શરત
હાઇકોર્ટમાં આરોપીએ આપેલાં અન્ડરટેકિંગ મુજબ 7 એપ્રિલ, 2020 સુધી 20 લાખ જમા કરાવવાના હતા, જે જમા કરાયા નહતા. બાકી રકમ 10 માસમાં જમા કરાવવાની હતી, તેે પણ જમા થઈ નહતી.

કોર્ટે શું કહ્યું : કોર્ટે હુકમમાં ટાંકયું હતું કે GSTની ભરવાની તોતિંગ રકમ જોતા હજુ તેઓને લગભગ 90 લાખ ચૂકવવાના રહે છે. આ રકમ ઘણી મોટી હોય તેમજ આરોપીની કંડક્ટ જોતા સમય વધારી આપવાથી પણ ચૂકવાય તેવું જણાતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો