ક્રાઈમ:સુરતના રાંદેરમાં 14 વર્ષની કિશોરીની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરનાર અને મદદ કરનાર આરોપી ઝડપાયાં

સુરત2 વર્ષ પહેલા
પોલીસે દુષ્કર્મના આરોપી અને તેને મદદ કરનારને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે
  • ઘરમાં ઘુસીને આરોપી જમીલે દુષ્કર્મ આચર્યું જ્યારે અંજાર પહેરેદારી કરતો

સુરતના રાંદેરમાં 14 વર્ષય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. પિતાની સાથે કામ કરતા મિત્રએ જ દીકરી સમાન 14 વર્ષની કિશોરી પર દાનત બગાડી તેની સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી અવર નવર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. માનસિક તણાવગ્રસ્ત કિશોરીએ હતાશ થઈ માતાને તમામ હકીકત જણાવતા આખો મામલો સામે આવ્યો છે. પિતાની સાથે બાંધકામ માં કામ કરતા મોહંમદ જમીલ એ બળજબરીથી એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી તેની પર દુષ્કર્મ આચારીયું હોવાનું કિશોરીએ કહેતા રાંદેર પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દુષ્કર્મનો આરોપી સંતાનનો પિતા છે.
દુષ્કર્મનો આરોપી સંતાનનો પિતા છે.

આરોપીને પણ સંતાનો છે
જમીલ પોતે પરણિત છે. એક પુત્રીનો બાપ છે. જ્યારે બીજો આરોપી મિત્ર અંજાર શેખ તે પણ પરિણીત છે. બાળકીના માતા પિતા ઘરની બહાર જતા ત્યારે અજાર મિત્ર જમીલને બાળકી એકલી હોવાની ખબર આપતો હતો. ત્યારે નરધામ જમીલ ઘરમાં ઘુસી બાળકી પર દુષ્કર્મ આચારતો હતો. અંજાર ઘર બહાર ઉભો રહી પહેરેદારી કરતો હતો. પોલીસને આ ગુનામાં જમીલના મિત્રની પણ મદદગારીના આરોપમાં ધરપકડ કરી લીધી છે.

પોલીસે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
પોલીસે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.

કડક સજા મળે તેવા પ્રયાસો કરાશે-પોલીસ
પન્ના મોંમયા (ડી.સી પી સુરત ઝોન 4) એ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સતત નાની બાળા પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જે સમાજ માટે ચિંતાનો વિષય છે. સરકાર આવા નરાધમ પર આકરા પગલાં લઈ રહી છે. ત્યારે આરોપીઓને કડકમાં કડક સજા આપી એક દાખલો બેસાડવા માટે તપાસ સાથે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.