આરોપી ઝડપાયો:સુરતમાં મંડપ ડેકોરેશનના વૃદ્ધ વ્યવસાયીને ચપ્પુના ઘા ઝીંકનાર આરોપી પકડાયો,10 સેકન્ડમાં 4 ઘા માર્યા હતા

સુરત12 દિવસ પહેલા
આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • કુખ્યાત રાજેશ યાદવ ના નામે જ સુરતમાં 25 જેટલા ગુના નોંધાયા છે

સુરતના નવાગામ ચિતા ચોકમાં બુધવાર 18મીની રાત્રે એક મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી પર ચાર હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી 10 સેકન્ડમાં 4 ઘા મારવાના પ્રકરણમાં પોલીસે એકને ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં પણ ઝડપાયેલો ઈસમ કુખ્યાત રાજેશ ગેંગનો સાગરીત હોવાનું બહાર આવતા સ્થાનિક લોકોએ રાજેશ ગેગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી કડક સજા ની અપીલ કરી છે.પોલીસે ભરત ભાઈ હુમલો કરનારાઓને CCTVની મદદથી ઓળખ કરી ઝડપી પાડ્યા છે.ઝડપાયેલો બાળ કિશોર આરોપી છે.

CCTVના આધારે આરોપી ઝડપાયા
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ભરતભાઇ તુકારામ પાટીલ (ઉ.વ. 60, રહે. ચિતાચોક નવાગામ) 35-40 વર્ષથી ભરત મંડપ ડેકોરેશનના ધંધા સાથે જોડાયેલા છે. ત્રણ દીકરા વહુ અને પત્ની સાથે રહે છે.પ્રેમાળ સ્વભાવના વૃદ્ધ ભરતભાઈ પર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવ્યુ છે. હુમલાખોર રાજેશ ગેંગનો સાગરીત હોવાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક ટપોરીઓ ભરતભાઈ પાસે હપ્તા વસૂલીને લઈને ધાક ધમકી આપી રહ્યા હતા.આખરે ભરતભાઈ પર બુધવારની રાત્રે લગભગ 8 વાગ્યે ટપોરીઓએ હુમલો કરી ચપ્પુના 3-4 ઘા મારી દેતા ડરનો માહોલ ઉભો થયો હતો. પોલીસે CCTVના આધારે તપાસ કર્યા બાદ લગભગ 6 દિવસ બાદ હુમલાખોર આરોપીને ઝડપી પાડ્યો છે. હુમલાખોર કુખ્યાત રાજેશ ગેંગનો હોવાનું પોલોસે જણાવ્યું છે.

પોલીસે આરોપીને CCTVના ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીને CCTVના ઝડપી પાડ્યો હતો.

અનેક ગુનાઓ નોધાયેલા છે
એમ. એલ. સાલુંકે (ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર)એ જણાવ્યું હતું કે, ઝડપાયેલો પવન બેંડી સોનવણે બાળ કિશોર આરોપી છે.રાજેશ ગેંગનો હોવાનું બહાર આવ્યું છે. કુખ્યાત રાજેશ યાદવના નામે જ સુરતમાં 25 જેટલા ગુના નોંધાયા છે. જેમાં મારામારી હત્યાના પ્રયાસો જેવા અનેક ગુનાઓ સામેલ છે. રાજેશ યાદવ અને મનિયા ડુક્કરગેંગએ સુરત અનેક ગુનાને અંજામ આપ્યા છે.આ ગેંગના આંતક જોઈ લોકોની માગ ઉઠી છે કે,આવા રીઢા ગુનેગાર પર ગુજસીટોક જેવી કલમ હેઠળ ગુનો દાખલ કરી એક દાખલો બેસાડી કડકમાં કડક સજા થવો જોઈએ. આવા ગુનેગારો કાયદાની નાજુક છટક બારીથી છૂટી ફરી ગુનાને અંજામ આપતા તેને કાયદાનો દર રહે એ માટે ગુજસીટોકનો કાયદા જ જરૂરી છે.ડીંડોલી પોલીસે આ આરોપીને ઝડપી પાડી અન્ય ફરાર રાજેશ યાદવ સહિત તેની ગેંગના અન્ય સાથીની પણ શોધખોળ શરૂ કરી છે. રાજેશ યાદવ ગેંગ પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેના આંતક પર અંકુશ લગાડવા લોકોએ પીઆઇને અપીલ કરી છે. ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...