ક્રાઈમ:સુરતની લાજપોર જેલમાંથી હત્યાના આરોપીએ રેડિમેડ ગારમેન્ટના વેપારીને ફોન કરી વ્યાજ વસૂલી માટે ધમકી આપી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિવારને ધમકી અપાતા પોલીસ કમિશનરને અરજી કરાઈ હતી. - Divya Bhaskar
પરિવારને ધમકી અપાતા પોલીસ કમિશનરને અરજી કરાઈ હતી.
  • ટેલિફોનિક ધમકી મળતા વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી

સુરત જિલ્લા લાજપોર જેલમાંથી હત્યા કેસના આરોપીઓ ટેલિફોનિક ધમકી આપી વ્યાજ વસૂલી કરી રહ્યા હોવાનું ઓડિયો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ રેડીમેડ ગારમેન્ટના વેપારીએ પોલીસ કમિશનરને અરજી કરી તમામ પૂરાવા આપી ન્યાયની અપીલ કરી છે. તારીક હારુન મેમણે જણાવ્યું હતું કે, વેપાર માટે 10 ટકા વ્યાજ પર 3 લાખ લીધા હતા. લોકડાઉન બાદ વેપાર જ બંધ રહેતા વ્યાજ ન ચૂકવી શક્યા ને જેલમાંથી પેરોલ પર આવેલા ફૈયું સુકરીએ ધમકી આપી બળજબરીથી દુકાન લખી આપવા દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં પણ વ્યાજ સાથે મૂદ્દલ મળી હવે 5 લાખ ની બાકી નીકળતી રકમનો હિસાબ બતાવી દર મહિને 50 હજાર વ્યાજ માગી રહ્યો છે. વ્યાજ નહિ આપતા જુદાજુદા મોબાઈલ ટેલિફોન નંબર પરથી ધમકીઓ આપી રહ્યો છે.

રૂપિયા માટે દબાણ કરાતું હતું
તારીક હારુન મેમણ (ઉ.વ. 42) રહે. રાજા વાડી રામપુરાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં મેં વેપાર માટે ફૈયું પાસે બે વાર મળી 3 લાખ વ્યાજે લીધા હતા. દર મહિને વ્યાજ આપતો આવ્યો છું. જોકે વર્ષ 2020માં માહામારીને લઈ લોકડાઉન આવી જતા વેપાર ઉદ્યોગ બંધ કરી દેવાયા હતા ત્યારબાદ કોઈ આવક નહિ હોવાને કારણે વ્યાજ આપી શક્યા ન હતા. જેને લઈ ફૈયું દબાણ કરતો હતો.જેથી અમે જેતે સમયે પોલીસ કમિશનર ને અરજી કરી ન્યાય ની અપીલ કરી હતી.

પરિવારના નાના બાળકો પણ પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવા આવ્યાં હતાં.
પરિવારના નાના બાળકો પણ પોલીસ કમિશનર કચેરીએ અરજી કરવા આવ્યાં હતાં.

કમિશનર કચેરીએ પૂરાવા અપાયા
ફૈયું અને એનું આખું પરિવાર એટલે કે માતા-પિતા અને ભાઈ ચારેય ભાગાતળાવના એક હત્યા કેસમાં 2016થી સજા કાપી રહ્યા છે. 2021માં પેરોલ પર આવી ફૈયુંએ વ્યાજ પર વ્યાજ જોડી 5 લાખની ઉઘરાણી શરૂ કરી હતી. નહિતર દુકાન આપી વ્યાજ અને મૂદ્દલ મુક્ત થઈ જા એમ કહી રહ્યો હતો. જેને લઈ અમે દર નહીંને 50 હજાર આપી થોડી રાહત લીધી હતી. ત્યારબાદ એ ફરી જેલમાં ચાલી જતા અમે વ્યાજ આપી શક્યા ન હતા. બસ ત્યારબાદ એ સતત અમને અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન સહિત અન્ય એક નંબર પરથી વ્યાજ માટે ધમકી આપતો આવ્યો છે. જે તમામ વોઇસ રેકોર્ડીંગ અમે પોલીસ કમિશનરને આપ્યા હોવનું વધુમાં તારીકે જણાવ્યું છે.

પોલીસ કમિશનરને અરજી કરીને ન્યાયની પુકાર લગાવાઈ હતી.
પોલીસ કમિશનરને અરજી કરીને ન્યાયની પુકાર લગાવાઈ હતી.

આખુ પરિવાર ધમકાવતું હતુ
હત્યા કેસમાં સંડોવાયેલા ફૈયું અને એનું આખું પરિવાર જેલમાં બંધ હોવા છતાં મોબાઈલ ફોન પર બહાર વેપારીઓને ધમકાવી વ્યાજ સાથે રૂપિયા વસૂલી કરી રહ્યો છે. ફૈયું સામે અથવા પોલીસ સ્ટેશનમાં ઓન અનેક ગુનાઓ દાખલ છે. અમારી અરજી બાદ પોલીસ કમિશનર કચેરીએથી તપાસ મહિધરપુરા થઈ લાલગેટ પોલીસ સ્ટેશનમાં આવી છે. જ્યાં અમને છેલ્લા એક અઠવાડિયાથી માત્ર ધક્કા ખવડાવી કલાકો સુધી બેસાડી રખાય છે. આ બાબતે અમે પોલીસ કમિશનર સાહેબને આજે અરજી કરી ન્યાયની પુકાર લગાડી હોવાનું તારીકે જણાવ્યું છે.