તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બહેનની છેડતી કર્યાનો આરોપ લગાવી સિવિલમાંથી યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

બહેનની છેડતીનો આરોપ લગાવી યુવકે સિવિલના બાથરૂમમાંથી દર્દીના મિત્રનું અપહરણ કરીને ગોડાદરા લઈ જઈ ઢોર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ ડાયમન્ડ આવાસમાં રહેતા સંદિપ સુશિલગિરી ગોસ્વામીને કમળાની બીમારી થતાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની સારસંભાળ માટે તેનો મિત્ર નિલેશ પટેલ તેની સાથે રહેતો હતો.રવિવારે સાંજે નિલેશ સંદિપને ડાયપર બદલવા માટે બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યારે તે જ સમયે સંદિપની બાજુમાં સારવાર માટે દાખલ સુરેન્દ્ર સોનીની દીકરી બાથરૂમમાં ગઈ હતી. ત્યારે નિલેશે તેણીને બાથરૂમમાંથી જતી રહેવા કહ્યું હતું.

તે નહીં જતા નિલેશે બાથરૂમનો દરવાજો આડો કરી દીધો હતો. ત્યાર બાદ કિશોરીએ તેના ભાઈ સુધીરને કહ્યું કે નિલેશે તેની છેડતી કરી છે. તેથી સુધીર તેનો ભાઈ સુશિલ અને અન્ય બે જણાએ નિલેશને વાત કરવાના બહાને હોસ્પિટલમાંથી બહાર બોલાવીને બળજબરીથી રિક્ષામાં અપહરણ કરીને ગોડાદરા તરફ લઈ જઈને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ તેને છોડી મુક્યો હતો. નિલેશના મિત્ર દિવ્યેશ કંથારિયાએ સુધીર,સુશિલ અને અન્ય બે જણા વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સુધીર તે સુશિલે નિલેશ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો