સુરત / પતિની હત્યાની આરોપી પત્નીએ બાળકીને જન્મ આપ્યાની સાથે જામીન મળ્યા

હત્યા સમયની તસવીર
હત્યા સમયની તસવીર
X
હત્યા સમયની તસવીરહત્યા સમયની તસવીર

  • પતિની હત્યા કરી ત્યારે પત્નીને 6 મહિનાનો ગર્ભ હતો
  • જામીનની સુનાવણી દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડી હતી

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 03:47 PM IST

સુરત. શહેરના ડિંડોલી વિસ્તારમાં 3 મહિના પહેલા એક સગર્ભા પત્નીએ ધર્મના ભાઈ સાથે મળી પતિની હત્યા કરી હતી. ત્યારબાદ પોલીસે તેણીની ધરપકડ કરી લાજપોર જેલમાં ખસેડી હતી. દરમિયાન તેણી સગર્ભા હોવાથી જામીન અરજી કરી હતી. જેની ગત રોજ સુનાવણી દરમિયાન આરોપી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડાતા બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે જામીન અરજી પણ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

ઘટના શું હતી?
મૂળ બિહારનો વતની અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા દિપકનગરમાં પંકજ રામસ્વરૂપ ગુપ્તા ( ઉ.વ.42 ) પત્ની સોની અને ત્રણ પુત્રીઓ પૈકી બે પુત્રી સાથે છેલ્લા સાત માસથી ભાડેથી રહેતો હતો. કિન્નરી સિનેમા નજીક જરીના કારખાનામાં કામ કરતા પંકજની સાથે કામ કરતો મૂળ બિહારનો 17 વર્ષનો કિશોર પંકજની પત્નીને ધર્મની બહેન અને પંકજને બનેવી માનતો હતો અને તેમની જ સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. 17 એપ્રિલના રોજ પંકજ 6 માસની ગર્ભવતી પત્નીને માર મારતો હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. નાની નાની વાતમાં ઘરકંકાસ ચાલતો હોય પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા સોનીએ ધર્મના ભાઈને વચ્ચે પાડ્યો હતો. દરમિયાન ધક્કો લાગતા પંકજ નીચે પડી ગયો ત્યારબાદ બંનેએ મરચાં વાટવાના પથ્થરની મદદથી માથામાં મારી હત્યા કરી હતી. પંકજની અંતિમક્રિયા કર્યા બાદ સુબોધે પંકજની પત્ની સોની અને તેના 17 વર્ષીય ધર્મના ભાઈ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી.

બાળકો આરોપી મહિલાના પિતાને સોંપાયા
ધરપકડ સમયે સોનીને 6 માસનો ગર્ભ હતી અને તેણીની ત્રણ નાની પુત્રીઓ પણ છે. ગર્ભની સારવાર કરાવવા માટે જેલ પ્રશાસન દ્વારા મહિલાને સમયાંતરે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતી હતી. બાળકો એકલા માતાને યાદ કરતા હોય કોર્ટમાં બાળકોના રક્ષણ માટેની અરજી પણ થઈ હતી. જે અરજી મંજૂર કરીને બાળકોને કબજો સોનીના પિતાને સોંપાયો હતો.

ડોક્ટરના રિપોર્ટ રજૂ કરાતા જામીન મંજૂર થયા
સોનીબેનના જેલમાં ગયાને ત્રણ મહિનાનો સમયગાળો થઈ ગયો છે અને પોલીસે તપાસ કરીને ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે. તેવા સમયે સોનીબેને વકીલ ગોવિંદભાઈ મેર મારફતે જામીન અરજી કરી હતી. જેમાં ડોક્ટરના રિપોર્ટ રજૂ કરાયા હતા. ગાત રોજ જામીન અરજીની સુનાવણી થઈ તેવા સમયે જ સોનીબેનની હાલત ખરાબ થઈ અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય હતી. ગતરોજ (શુક્રવાર) સુરતની સેશન્સ કોર્ટે સોનીબેનને જામીન મુક્ત કરતો હુકમ કર્યો હતો. બીજી તરફ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી