અડાજણમાં નિવૃત્ત પ્રોફેસર અને તેમના પત્નીને બંધક બનાવી 7 લાખની લૂંટ કરવાના કેસમાં પોલીસે જલગાંવથી ગુજસીટોકમાં પેરોલ પર બહાર આવેલા આસીફ ટામેટા ગેંગનો સાગરિતને જલગાંવથી ઝડપી પાડ્યો હતો. આરોપીએ લૂંટ કરવા પૂર્વે 15 દિવસની રેકી કરી હતી.
21મી ફેબ્રુ.એ સવારે આનંદમહેલ રોડ પર રહેતા 72 વર્ષિય નિવૃત્ત પ્રોફેસર શિવરામ પટેલને 4 લૂંટારૂઓએ બંધક બનાવી 7 લાખ રોકડની લૂંટ કરી હતી. આ ગુનાનો એક આરોપી જલગાંવમાં સુરતની પાર્સિંગની કાર પણ હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે જલગાંવમાં વોચ ગોઠવી હતી. આરોપી સોયેબ ઉર્ફે સોયેબસીટી ઇસ્માઇલ મનીયાર રહે. મીઠીખાડી, લિંબાયત)ની ધરપકડ કરી હતી. પુછપરછમાં સોયેબ અને તેની સાથેના બીજા આરોપી ઇર્શાદ ટમાટર, જીશાન અને કાસિમે ભેગા મળીને રેકી કરી હતી. સોયેબે પેરોલ ઉપર બહાર આવીને 15 દિવસ સુધી વૃદ્ધના ઘરની આજુબાજુમાં રેકી કરી હતી.
અને બાદમાં ધાડ પાડી હોવાનું કબુલ્યું હતું. હાલ તો પોલીસે સોયેબની ધરપકડ કરી વધુ તેની પાસેથી એક ફોરવ્હીલર, લૂંટમાં વપરાયેલી પલ્સર મોટરસાઇકલ, એક આઇફોન મળી કુલ્લે રૂા. 6.25 લાખની મતા કબજે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.