અઢી દાયકે આરોપી પકડાયો:સુરતમાં ઘરફોડ ચોરીના ગુનામાં 25 વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • 1997માં બેલ્જીયમ સ્ક્વેરમા આવેલી દુકાનમાં ચોરી કરી હતી

સુરતમાં ઘરફોડ ચોરીના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. 1997માં ચોરી કરીને નાસી ગયેલા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ જંક્શન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપી વોન્ટેડ હતો
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચોરીના આરોપસર નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.રાજસ્થાનના પાલી જીલ્લાના મારવાડ જંક્શન ખાતેથી આરોપી મુન્નાલાલ ઉર્ફે ભલારામ ઉર્ફે ભવરલાલ મેધવાળને ઝડપી પાડવામાં આવ્યો હતો.મજકુર આરોપી મહીધરપુરાના ગુનામાં વોન્ટેડ હતો. આરોપીનો કબજો મહીધરપુરા પો.સ્ટે.માં સોંપવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.

ઇલેક્ટ્રીક્સની દુકાનમાં ચોરી કરી હતી
આરોપીએ 1997માં બેલ્જીયમ સ્ક્વેરમા આવેલ આક્રુતી ઇલેક્ટ્રીક્સ નામની દુકાન મા રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી ટીવી તથા કેલ્ક્યુલેટર ઇલેક્ટ્રીક ગેમ ઇમરજંસી લાઇટ વિગેરે ઇલેક્ટ્રીક્સનો સામાન ચોરી કરી ગુનો કરી નાસી ગયેલ હતો. આ ગુનામાં અગાઉ 4 આરોપીઓ પકડાયા હતા. આરોપીની અવર નવર તેના વતન ખાતે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના મારવાડ જંક્શન જોધપુર ગેટ પાસેથી પકડી પાડવામાં આવેલ છે .