ડાયમંડ હવાલા કાંડ:આરોપી મીત કાછડિયાના જામીન રદ, રૂ.204 કરોડનું કૌભાંડ આચર્યું હતું

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બ ડાયમંડના મુખ્ય સપ્લાયર એમ.કે એક્સપોર્ટની વિગત આરોપીએ ન આપી

રૂપિયા 204 કરોડના ડાયમંડ હવાલા કાંડમાં સંડોવાયેલાં આરોપી મીત કાછડિયાની જામીન અરજી ચીફ કોર્ટે નામંજૂર કરી હતી. કસ્ટમ વિભાગની એફિડેવિટ અને એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના જામીન નકાર્યા હતા. કસ્ટમની દલીલ હતી કે આરોપી માહિતી આપતો નથી. સેઝમાં જે રફ ડાયમંડ સપ્લાય કરતી એમ.કે. એક્સપોર્ટની વિગતો પણ આરોપીએ આપી નથી. ઉપરાંત લેપટોપ અને આઇપેડના પાસવર્ડ પણ આરોપીએ આપ્યા નથી.

પિતા અને બહેન પણ માહિતી આપતા નથી
કસ્ટમ વિભાગે એફિડેવિટમાં જણાવ્યંુ હતુ કે, મીત કાછડિયાની યુનિવર્સલ જેમ્સના એકાઉન્ટ તેની બહેન નિધિ વિશાલ ખોખર જોઇ છે જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઉપરાંત મુખ્ય રફ સપ્લાયર કરનાર એમ.કે.એક્સપોર્ટના પ્રોપ્રાયટર આરોપીના પિતા કનુ વિરજી કાછડિયા છે. બંને જણા તપાસમાં સહકાર આપતા નથી એવુ કસ્ટમનું કહેવુ છે.

99.2 ટકા નેચરલ ડાયમંડ નીકળ્યા હતા
​​​​​​​સેઝની યુનિવર્સિલ જેમ્સમાં દરોડા દરમિયાન કસ્ટમ વિભાગે જે ડાયમંડ સિઝ કર્યા હતા તેની ચકાસણી આઇડીઆઇ પાસે કરાવવામાં આવી હતી, જેમાં લેબ ડાયમંડની જગ્યાએ 99.2 ટકા ડાયમંડ નેચરલ હતા.

સપ્લાયર અને બ્રોકરો મારફત ડાયમંડ લેવાયા
​​​​​​​તપાસમાં એક્સપોર્ટ કરાયેલાં નેચરલ ડાયમંડ કોઈ સપ્લાયર પાસે કે બ્રોકર પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને તેની સાથે અમેરિકા અને એન્ટવર્પ સહિતની એજન્સીઓના સર્ટિફિકેટનો ઇશ્યુ પણ જોડાયેલાં હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...