મોતની છલાંગ:સુરતમાં છેતરપિંડી કેસના આરોપી કાપડ દલાલનું ફાસ્ટટ્રેક કોર્ટના બીજા માળેથી કૂદી જતાં મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બીજા માળેથી પડતું મુકતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોહી લુહાણ સ્થિતિમાં જોવા મળ્યો. - Divya Bhaskar
બીજા માળેથી પડતું મુકતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોહી લુહાણ સ્થિતિમાં જોવા મળ્યો.

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કાપડ દલાલ ભરત કાળીયા સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બપોરના સમયે કોર્ટમાં આવ્યો હતો તે દરમિયાન એકાએક જ તેણે ફાસ્ટટ્રેક કોર્ટના બીજા માળેથી છલાંગ મારી દીધી હતી. જેથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ધડાકાભેર પડતા આસપાસના લોકો હચમચી ગયા
આરોપીએ ફાસ્ટટ્રેક કોર્ટના બીજા માટેથી છલાંગ મારતા કોર્ટમાં હાજર તમામ લોકો અચાનક બનેલી ઘટનાથી શબ્દ થઈ ગયા હતા. ઉપરથી નીચે ધડાકાભેર પડતા આસપાસના લોકો હચમચી ગયા હતા. આરોપી નીચે પડતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. કોર્ટ પરિસરમાં હાજર વકીલો તેમજ અન્ય અરજદારો દ્વારા 108ને બોલાવી આવી હતી.

ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું
આરોપી ભરત કાળીયા બીજા માળેથી પડતું મુકતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લોહી લુહાણ સ્થિતિમાં જોવા મળ્યો હતો. 108ની મદદથી પહેલા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ મહાવીર હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મહાવીર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

કોર્ટ પરિસરમાં બનેલી ઘટનાથી સૌ કોઈ અચંભીત થઈ ગયા.
કોર્ટ પરિસરમાં બનેલી ઘટનાથી સૌ કોઈ અચંભીત થઈ ગયા.

માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી
મૃતક ભરત કાળીયા છેતરપિંડીના ગુનામાં આરોપી હતો. જામીન પર છૂટ્યા બાદ આજે તેની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે આવ્યો હતો. કયા કારણસર તેણે પોતાનું જીવન ટૂંકાવવા માટે આવું પગલું ભર્યું છે. તે અંગે કોઈ માહિતી મળી નથી. કોર્ટ પરિસરમાં બનેલી ઘટનાથી સૌ કોઈ અચંભીત થઈ ગયા હતા. કોર્ટમાં સમયાંતરે આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે. ઘણા આરોપીઓ પોતાનું જીવન ટૂંકાવવા માટે કોર્ટ પરિસરમાં મોતની છલાંગ લગાવી દે છે. ભરત કાળીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મહાવીર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...