પોલીસને હાથતાળી:સુરતમાં ખંડણીના કેસના આરોપીના રિમાન્ડ નામંજૂર, પોલીસ બીજા કેસમાં ધરપકડ કરે તે પહેલાં કોર્ટ પરિસરમાંથી ભાગી છૂટ્યો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
લિંબાયત પોલીસને ચકમો આપીને કોર્ટ પરિસરમાંથી આરોપી ફરાર. - Divya Bhaskar
લિંબાયત પોલીસને ચકમો આપીને કોર્ટ પરિસરમાંથી આરોપી ફરાર.

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં અભિષેક રાજભરની સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. અભિષેક રાજભર લિંબાયત વિસ્તારનો માથાભારે શખ્સ છે. અસામાજિક તત્વ તરીકેની છાપ ધરાવતો અભિષેક પોલીસના સકંજામાંથી નાસી છૂટ્યો છે.

મારામારી અને ધાક ધમકીના કેસમાં આરોપી
અભિષેક રાજભર સામે ખંડણીના અને એકટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ અભિષેક રાજભર સમયાંતરે મારામારી અને ધાક ધમકી આપવા જેવી ઘટનાઓને અંજામ આપવા માટે જાણીતો છે.

ફરાર આરોપીની તપાસ શરૂ
અભિષેક સામે ખંડણી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી અભિષેકની ખંડણીના ગુનામાં ગત 9 તારીખે ધરપકડ થઈ હતી. લિંબાયત પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. આરોપી અભિષેક રાજભરની પોલીસ અન્ય ગુનામાં ધરપકડ બાકી હતી. આરોપીની ધરપકડ કરે તે પહેલાં જ કોર્ટના પરિસરમાંથી છટકી ગયો હતો. લિંબાયત પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...