તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ચેક બાઉન્સ કેસમાં આરોપીને બે વર્ષની સજા, બે કરોડનો દંડ

સુરત23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આરોપીને સખત નસીહત મળે અને ફરિયાદીને વળતર:કોર્ટ
 • સિલ્ક ફર્મના ત્રણ ભાગીદારોને કોર્ટ ઉઠતાં સુધીની સજા

ચેક બાઉન્સના જુદા-જુદા કેસમાં કોર્ટે સુનાવણી કરી હતી. એક કેસમાં કોર્ટે આરોપીને 2 વર્ષની સજા અને રૂપિયા 2.27 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ જ આરોપીને અન્ય કેસમાં પણ 57 લાખનો દંડ ફટકાર્યો હતો. બીજા કેસમાં સિલ્ક ફર્મના 3 ભાગીદારને 7 લાખનો દંડ કરાયો હતો. ચેક બાઉન્સના કેસમાં કોલ ટ્રેડિંગના ધંધા સાથે સંકળાયેલી કંપનીએ સિલ્ક ફર્મના ભાગીદાર રમેશ ગાંધી, દેવાંગ ગાંધી અને દેવાંશી ગાંધીને 33.76 લાખનો માલ આપ્યો હતો.

જેના પેમેન્ટ પેટે આપેલાં ચેક પરત ફરતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીઓને કોર્ટ ઉઠતા સુધીની સજા, રૂ.7.88 લાખ 30 દિવસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે તો 1 માસની સજાનો હુકમ કર્યો હતો.

વરાછામાં 1.43 કરોડનો ચેક બાઉન્સ થયો હતો
ચેક બાઉન્સના એક કેસમાં વરાછા સ્થિત યોગીકૃપા ફેશનના પ્રોપાયટર કિશોર વૈષ્ણવે ફોર ધેનું ક્રિએશનના ભરત પટેલ સામે ચેક બાઉન્સની ફરિયાદ એડવોકેટ ધર્મેશ પટેલ મારફત કરી હતી. જે મુજબ ફરિયાદીએ આરોપીની જગ્યા ભાડેથી લઇ તેમાં મશીન રાખ્યા હતા, પરંતુ આ મશીન આરોપીએ અન્યને આપી દીધા હતા. બાદમાં મશીનરીનું પેમેન્ટ ચૂકતે કરવા ફરિયાદીને રૂપિયા 1.43 કરોડના ચેક આપ્યા હતા.

જે અપૂરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા મામલો કોર્ટમાં ગયો હતો, જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીને બે વર્ષની સજા, રૂપિયા 2.27 કરોડનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આજ આરોપી સામેના અન્ય એક કેસમાં પણ કોર્ટે બે વર્ષની સજા અને રૂપિયા 57 લાખનો દંડ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો