સુરતના પલસાણા ખાતે મિત્રની દીકરીની બર્થડે પાર્ટીમાંથી અન્ય મિત્રને પોતાના ઘરે મુકવા ગયેલા યુવક સાથે સોસાયટીમાં બેઠેલા અન્ય યુવક સાથે બોલાચાલી થઈ હતી. જેને લઇ મારભારે યુવકે ફોન કરી અન્ય 8 મિત્રોને બોલાવતા જૂથ અથડામણ થતાં લાકડાના ફટકા લઈ આવેલા લુખ્ખા તત્વોએ 3ને ઇજા પહોંચાડી હતી. જે ઘટનામાં એક ઈસમે પોતાની પાસે રહેલા તમંચા વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા મોડી રાતે જૂથ અથડામણ થતા લોકો જાગી ગયા હતાં. લોકો જાગી જતા તોફાની તત્વો ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થવા પામી હતી. પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી 11 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અપશબ્દોથી ઝઘડો ઉગ્ર બન્યો
પલસાણા ખાતે કાલાઘોડામાં સચિતાંનંદ મિલમાં ડ્રોમ ખાતામાં છેલ્લા 7 વર્ષીથી નોકરી કરતા સોનુ રામઅવધ શર્મા રવિવારે મોડી રાતે મિત્ર રાજુ વર્માની દીકરીના જન્મ દિવસમાં હાજરી આપવા માટે ગયા હતાં, મિત્ર તૈકિર ઇસરાર ખાન સાથે મોટરસાયકલ નં. GJ-19-BF-3637 લઈ ગયા હતા ,મળસ્કે 2 વાગ્યા દરમિયાન સોનું મોટરસાયકલ પર મિત્ર તૌકિર ખાનને તેના ઘરે પરવેઝ પાર્કમાં નાગરાજ ભાઈની બિલ્ડિંગમાં મુકવા ગયો હતો, દરમિયાન પરવેઝ પાર્કમાં પલસાણા ખાતે રહેતો અને તેનો જુના મિત્ર અબ્દુલ આશિર છોટેલાલ અંશારી તેમજ પલસાણાનાં સુર્યવંશી રેસિડેન્સી ખાતે રહેતો કરણ વૈદ્ય પ્રકાશ ઉપાધ્યાય આવ્યા હતાં. બન્નેને ગાળો આપી તુમ લોગ પરવેઝ પાર્કમેં બીના વજહ લોગો કો ધમકાતે હો તુમ લોગ ભાઈ હો ક્યાં એમ કહી બનેને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા.
લાકડાના ફટકા સાથે લોકો આવેલા
જે દરમિયાન સોનુનો મિત્ર તૌસિફ ખાન પઠાણ ત્યાં આવી બંનેને ઝગડો નહિ કરવા જણાવ્યું હતું. અબ્દુલ અંસારીએ કોઈકને ફોન કરતા 4 મોટરસાયકલ પર 8 લોકો લાકડાના ફટકા લઈ આવી આવી ચડ્યા હતા. જે ટોળા પૈકી શ્રવણ ઉર્ફે વીનું કિશનભાઈ વાસફોડીયા (રહે.અંત્રોલી ભૂરી ફળિયું)નાએ પોતાની પાસે રહેલો તમંચો કાઢી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. મોટરસાયકલ પર લાકડાના ફટકા લઈ આવેલા તમામ તૌકિર ખાન પર તૂટી પડ્યા હતાં. માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લડાઈનો અવાજ સાંભળી નજીક રહેતો મિત્ર શિવમસિંગ પણ ત્યાં દોડી આવ્યો હતો. જેને પણ આ તોફાની ટોળાઓએ માર માર્યો હતો. લોહીલુહાણ થયેલા તૌકિર ખાનને 108ના મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પલસાણા પોલીસે સોનુ શર્મા પાસેથી 11 ઈસમો વિરુદ્ધ ફરિયાદ લઈ આર્મ્સ એકટ સહિતની વિવિધ ધારાઓ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે. આ જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલા તૌરિક ખાનનાં ખીસ્સામાં રહેલા 12 હજાર રૂપિયા અબ્દુલ અંસારીએ કાઢી લીધા હોવાનો આરોપ પોલીસ ફરિયાદમાં કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓનાં નામ
શ્રવણ ઉર્ફે વિનુ કિશનભાઇ વાંસફોડીયા રહે.અંત્રોલી ગામ તા - પલસાણા જીલ્લો - સુરત
રોહિત વાંસફોડીયા રહેવાસી - અંત્રોલી ગામ તા - પલસાણા જીલ્લો - સુરત
અબ્દુલ્લાહ આશીફ છોટેલાલ અંસારી રહેવાસી – પલસાણા
કરણ વૈધપ્રકાસ ઉપાધ્યાય રહેવાસી સુર્યાન્સી રેસીડેન્સી પલસાણા
ચંદન રામ યાદવ રહેવાસી - મેઘા પ્લાઝા પલસાણા
રાહુલ રામુ યાદવ રહેવાસી - મેધા પ્લાઝા પલસાણા
રવિ વિજય ચૌહાણ રહેવાસી - મેઘા પ્લાઝા પલસાણા
આકાસ ઉર્ફે લાલીયો રહેવાસી – પલસાણા
શંતુ ઉર્ફે તાતીયા રહેવાસી - મેઘા પ્લાઝા પલસાણા
ગોપાલ વાંસફોડીયા રહેવાસી – પલસાણા
સંજય ઉર્ફે રાવણ મિશ્રા રહેવાસી - મેઘાપ્લાઝા પલસાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.