છેતપિંડી અને વિશ્વાસઘાતની વર્ષ 2019માં નોંધાયેલી ફરિયાદના અનુસંધાનમાં પોલીસે આરોપી ફૈઝી ફખરુદ્દીન પહાડવાલાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. રિમાન્ડના મુદ્દાના આધારે પોલીસ પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. સરકાર પક્ષની દલીલો બાદ કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મહિધરપુરા પોલીસ મથકમાં શહનાઝ દાગીનાવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2010માં એફ ઝેડ એન્ટરપ્રાઇઝ નામની પેઢી દ્વારા બાબજી બાગ નામથી રેસિડેન્સિયલ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જેમાં તેઓએ 82500 રૂપિયા આપ્યા હતા. જેમાં બાંધકામ બતાવ્યા મુજબ કર્યું નહતુ અને બુકિંગના રૂપિયા ફરિયાદીને ચેક મારફત આપી દેવાયા છે તેવુ બતાવાયુ હતુ.
અન્ય ફ્લેટ ધારકો સાથે પણ ચિટિંગ થતાં તેઓએ પેઢીના ભાગીદાર આસેફા જોહરમુલ્લા મલમપટ્ટીવાલા તથા પોલીસ તપાસમા જે નિકળે તેની સામે ફરિયાદ કરી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ થતા પોલીસે રિમાન્ડ માટેના મુદ્દા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
જેમાં એફઝેડ એન્ટપ્રાઇઝની પેઢીના ભાગીદારોની હેસિયતથી ફલેટ બુકિંગના રૂપિયા 1.69 કરોડ પૈકી ફ્લેટ હોલ્ડરોને રસીદો આપેલ તેના 90.53 લાખ વર્ષ 2010-11ના વાર્ષિક હિસાબમાં બતાવી રૂપિયા 79 લાખ નો હિસાબ રેકર્ડ પર બતાવ્યો નહતો. આ નાણાકિય વ્યવહાર બાબતે પુછપરછ કરવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.