નિર્ણય:30 લાખના ડ્રગ્સમાં આરોપીના જામીન નામંજૂર

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

30 લાખના એમડી ડ્રગ્સમાં આરોપીની વચગાળાની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે સીમાડા પાસેથી આરોપી શૈલેષ અસલાલીયાની 22મી સપ્ટેમ્બર, 2020ના રોજ ધરપકડ કરી હતી. તેની પાસેથી રૂપિયા 30 લાખનો એમડી ડ્રગ્સ પકડાયું હતું. આરોપીએ પોતાની પત્નીની સારવારના ખર્ચ માટે રૂપિયા એકત્રિત કરવા માટે દસ દિવસની વચગાળાના જામીન માગ્યા હતા. જો કે, કોર્ટ દલીલોના અંતે અરજી નામંજૂર કરી હતી.સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...