વેપારી સાથે પોલીસની રકઝક:તાપીકાંઠે બેઠેલા વેપારીને માર મારનાર પોલીસ હોવાનું ખુલ્યું, આરોપી કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વનારની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મનની શાંતિ માટે તાપી રિવરફ્રન્ટ પર બેઠેલા કાપડના વેપારીને વગર વાંકે માર મારનાર પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસથી મળેલી માહિતી મજુબ અડાજણ પાલ સોમ ચિંતામણી રેસીડન્સીમાં રહેતા કાપડનો વેપારી સ્મિત શૈલેષ સંઘવી 14મી તારીખે સાંજે 7.30 વાગ્યે તાપી નદીના કિનારે કામનાથ મહાદેવ મંદિરની પાછળ રિવરફ્રન્ટ ઉપર બેઠો હતો. કાપડનો વેપારી મનની શાંતિ માટે ગુરુવારે મોડી સાંજે બેઠો હતો. આ દરમિયાન હેડ કવાર્ટરના બે પોલીસકર્મીની પણ રિવરફ્રંટ ઉપર ડ્યૂટી હતી.

બન્ને પોલીસકર્મી પૈકી એક પોલીસકર્મી પ્રદીપસિંહએ વેપારીને કહ્યું કે અહીં ચોરી-લૂંટફાટ થાય છે. બસ આ વાતને લઈ વેપારી અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીમાં જ પોલીસકર્મી પ્રદીપસિંહનો પારો જતા તેણે વેપારી સાથેે દંડાવાળી કરી માર માર્યો હતો. માર મારનાર પોલીસકર્મી વિરુદ્ધ કાપડ વેપારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસ હેડ કવાર્ટરમાં ઘોડે સવારીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વનારની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...