તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતમાં અટકાયત દરમિયાન આરોપીને મારતા સિવિલમાં લવાયો, કોર્ટે PI, ડી સ્ટાફ PSI સામે વોરંટ કાઢ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીને સારવાર માટે સિવિલમાં કોર્ટના આદેશ બાદ લાવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
આરોપીને સારવાર માટે સિવિલમાં કોર્ટના આદેશ બાદ લાવવામાં આવ્યો હતો.
  • આરોપીએ કોર્ટમાં કહ્યું કે, ત્રણ દિવસ અગાઉ અટકાયત કરીને માર માર્યો હતો

લિંબાયત પોલીસે એક યુવાનને મારામારીના ગુનામાં ત્રણ દિવસ અગાઉ અટકાયતમાં લીધો હતો. પકડાયેલા યુવાનને કોર્ટ સમક્ષ રજૂ ન કરીને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં યુવાનના પિતાએ કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. જેથી પીઆઈ અને ડી સ્ટાફ પીએસઆઇ વિરુધ્ધ સર્ચ વોરંટ કાઢીને કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો છે. કોર્ટે યુવકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પોલીસને જણાવ્યુ હતું.

અટક કરી કોર્ટમાં રજૂ ન કરાયો
લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જીદ પાસેના શાસ્ત્રી ચોકમાં રહેતા અલી ઇસ્માઇલ ગોગા (મૂળ ૨હે, વોરા સમની, જી,ભરૂચ) રેતી કપચીના ધંધા સાથે સંકળાયેલા છે. 21 જુનના રોજ બપોરે તેમના પુત્ર આશિફ (ઉ.32) અને રશીદ શેખ વચ્ચે પંચર બનાવવા મામલે મારામારી થઇ હતી. આ ગુનામાં લિંબાયત પોલીસના ડિ સ્ટાફના કર્મચારીઓ બે રીક્ષામાં આવીને આશિફને પકડીને પોલીસ મથકે લઇ ગયા હતા. બાદમાં પોલીસકર્મી દ્વારા આશિફને પીઠ, પડખા અને પગના ભાગે ઢોર માર માર્યો હતો. એવા સમયે આશિફના પિતાએ પોલીસને પૂછયુ કે, મારા પુત્રને કયાં ગુનામાં અટક કરી છે. તો પોલીસ મથકના પોલીસકર્મીએ પિતાને પીઆઇ કે ડી સ્ટાફના પીએસઆઇની પરવાનગી લઇને આવવાનું કહી રવાના કરી દીધા હતાં. અંતે તો પોલીસે આશિફને મળવા દેવા માટે પણ ઇનકાર કરી દેવાતા ગોગા પરિવારને કોર્ટમાં જવાની ફરજ પડી હતી.

કોર્ટમાં અરજી કરાઈ હતી
આશિફના પિતા અલી ગોગાએ વકીલ અલતાબ ભરૂચી દ્રારા કોર્ટમાં સર્ચ વોરંટ અરજી કરી હતી. કોર્ટના નામદાર જજે લીંબાયત પોલીસ મથકના પીઆઇ ઝાલા અને ડિસ્ટાફના પીએસઆઇ સોલંકીને હાજર રહેવા હુકમ કર્યો હતો. જયાં પોલીસે આશિફ અલી ગોગાને રજૂ કર્યો હતો. આશિફે કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ પોલીસે માર માયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી કોર્ટે સ્મીમેર હોસ્પિટલમાં શારિરીક તપાસ અર્થે મોકલતા ફરજ ઉપરના તબીબે શરીર ઉપર કોઇ નિશાન નહીં હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આશિફે જજ સમક્ષ મારા-મરાયા હોવાના નિશાનો બતાવ્યા હતા. જેના આધારે સ્મીમેરના તબીબે ખોટા રિપોર્ટ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. જે અંગે કોર્ટને જાણ થતાં કોર્ટે સ્મીમેરના તબીબને કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ કર્યો હતો. ઉપરાંત લિંબાયત પોલીસે કાયદો હાથમાં લઇને બેફામ રીતે આશિફ ગોગાને માર મારતાં ઓળખ અર્થે અન્ય ડીસ્ટાફને પણ હાજર રહેવા આદેશ કર્યો છે.

કોર્ટમાં મારના નિશાન બતાવ્યા
આશિફ ગોગાનેમાર માર્યો હોવા છતાં લીંબાયતના પોલીસકર્મી દ્વારા આજે સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પાસે આશિફ ગોગાને કોઇ ઇજા થઇ ન હોવાનું સર્ટીફીકેટ પણ બનાવ્યું હતું. બાદમાં પોલીસે આચરેલ જુઠાણું ન્યાયાધીશ સમક્ષ આવી જતા જઈ દ્વારા આશિક ગોગાનું મેડિકલ ચેકઅપ નવી સિવિલ હોસ્પિટલમાં કરાવવા તથા ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાના આદેશ આપ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન આશિફ ગોગાના પીઠ પર પોલીસકર્મીના બુટના નિશાન પણ જોવા મળ્યા હતા. શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા જોવા મળી હતી.લિંબાયતના કાર્ટિંગ એજન્ટ અલી ગોગાના પુત્રને પોલીસે માર મારતા કોર્ટ સમક્ષ રજુઆત કરતાં કોર્ટના નામદાર જજએ ગંભીર નોંધ લીધી છે. જેને ધ્યાનમાં લઇને ભવિષ્યમાં પોલીસ દ્વારા ફરિયાદ કરનારના પિતા સાથે સમાધાન કરવા દબાણ કરે અથવા ધાક ધમકી આપે તો કોર્ટના દરવાજા ખુલ્લા હોવાનું જજે જણાવ્યુ હતું.