કાર્યવાહી:વોરંટ રદ કરવાની અરજી ફગાવી દેવાતાં આરોપી કોર્ટમાંથી ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરા પોલીસમાં ગુનો દાખલ થતાની સાથે આરોપી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો

વરાછામાં વર્ષ 2007માં થયેલી મારામારીનો આરોપી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે નોન બેલેબલ વોંરટ કાઢયો હતો. જેના કારણે આરોપી વકીલ મારફતે કોર્ટમાં નોન બેલેબલ વોરંટ રદ કરાવવા અરજી કરી હતી. આ અરજી કોર્ટે નામંજૂર કરી જેલ વોરંટ ભરવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટમાં બેસાડી રાખી કોર્ટમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઉમેશ સોમાએ વરાછા પોલીસ સ્ટેશને જાણ કરી હતી. વરાછા પોલીસ કસ્ટડી લેવા માટે આવી ત્યારે આરોપી કોર્ટમાંથી ગાયબ હતો.

આ ઘટનાને પગલે કોર્ટના કલાર્ક કિશોર મકવાણાએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મારામારીના ગુનાનો આરોપી સંતોષ દગડુ દોડીસ(45)(રહે,ચેતનનગર સોસા,લિંબાયત) સામે ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થતાની સાથે આરોપી જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. આરોપી રિક્ષાચાલક છે.

અન્ય સમાચારો પણ છે...