તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડુપ્લિકેટ દારૂ સહિત બે કેસમાં 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વડોદરામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો

ડુપ્લિકેટ દારૂ ઉપરાંત પ્રોહિબિશનના કેસમાં ફરાર આરોપી નારાયણલાલ જગુજી કલાલ(43)(રહે,શિવશકિત સોસા,વડોદરા)ને ક્રાઇમબ્રાંચે વડોદરથી ઝડપી પાડયો છે. વર્ષ 2017માં નારાયણલાલ વીશી ચલાવતો હતો તે વખતે પૈસા રોકનારાઓ તેના નાણા લઈને ભાગી જતા તેના માથે દેવું થતા તે કૈલાસ તૈલી સાથે ડુપ્લીકેટ દારૂ બનાવતો હતો. જેમાં કૈલાશ પકડાઈ ગયો હતો.

જયારે નારાયણલાલ ભાગી ગયો હતો. 2018માં ક્રાઇમબ્રાંચમાં દારૂના કેસમાં તેનું નામ સામે આવ્યું હતું. તે ગુનામાં પણ તે નાસતો હતો. હાલમાં આરોપી તેના પુત્ર સાથે વડોદરામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. જ્યાંથી ડીસીબીની ટીમે તેને પકડી પાડયો હતો. નારાયણલાલ પકડાતા ક્રાઇમબ્રાંચ અને સચીન જીઆઇડીસી પોલીસના બે ગુનાઓ ઉકેલાયા છે.

પેરોલ જમ્પ કરી ભાગેલો હત્યારો ઝડપાયો
પેરોલ જમ્પ કરી ભાગેલા આરોપીને જહાંગીરપુરા પોલીસે પકડી પાડયો છે. હત્યારો યોગેશ ઉર્ફે યોગલો ધીરૂ દેવીપૂજક(35)ને જહાંગીરપુરા પોલીસે વોચ ગોઠવી ડભોલી બ્રિજ પાસેથી પકડી પાડયો હતો. પકડાયેલા શખ્સે 2015માં વરાછા પોલીસની હદમાં રામદેવસિંહ ગોહિલની હત્યા કરી હતી. આ ગુનામાં તે લાજપોર જેલમાં હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો