કોરોના સુરત LIVE:સુરતમાં કોરોના વિસ્ફોટ 1661 નવા કેસ, આજે એકેય મોત નહીં, એક્ટિવ કેસ 6000ને પાર કરી 6376 નોંધાયા

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોસાયટીઓમાં કેસ નોંધાતા ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
સોસાયટીઓમાં કેસ નોંધાતા ક્લસ્ટર જાહેર કરવામાં આવી રહી છે.
  • પોઝિટિવ કેસનો આંક 151255 પર પહોંચ્યો
  • 78 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા

ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજ રોજ શહેરમાં 1578 અને જિલ્લામાં 83 કેસ સાથે નવા 1661 કેસ નોંધાયા હતા. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં 6 હજારને પાર કરી 6376 પર પહોંચી ગઈ છે. છેલ્લા સાત દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યું હોવાનું સામે આવ્યું છે. 40 ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર અને વરાછા-એ ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. 2021ના ડિસેમ્બર મહિનાના 31 દિવસમાં 625 કેસ નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી 2022ના માત્ર સાત દિવસમાં 4371 કેસ નોંધાઈ ચૂક્યા છે. જે ડિસેમ્બર મહિના કરતા 7 ગણા વધુ છે.

78 વિદ્યાર્થી સંક્રમિત, ત્રણ સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઈ

પોઝિટિવ કેસનો આંક 1,51,255 પર પહોંચ્યો
આજ રોજ શહેરમાં નવા 1578 અને જિલ્લામાં 83 કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,51,255 થઈ ગઈ છે. આજે એકેય કોરોના દર્દીનું મોત નિપજ્યું નથી. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2119 થયો છે. શહેરમાંથી 323 અને જિલ્લામાંથી 03 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142759 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6376 નોંધાઈ છે.

સુરત સિટીમાં ઝોન પ્રમાણે નોંધાયેલા નવા કેસ

તાલુકા પ્રમાણે નોંધાયેલા નવા કોરોનાના કેસ