અંગદાન મહાદાન:સુરતમાં બ્રેઇનડેડ એકાઉન્ટન્ટના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 3ને નવજીવન બક્ષ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંગદાનથી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. - Divya Bhaskar
અંગદાનથી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
  • લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું

સુરતમાં બ્રેઈનડેડ દેવચંદભાઈ જયરામભાઇ રાણાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. પરિવારે અંગદાનથી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવી ઘરે જતા સમયે બાઈલ સ્લીપ થતા નીચે પટકાયા હતા. જેથી માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.

બાઈક સ્લીપ થયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા
સુરતના ભાઠા ગામ ખાતે રહેતા અને ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈ જયરામભાઇ રાણા ગત ગુરુવારે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે શ્યામ સંગીની માર્કેટ પાસે પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ન્યુરોસર્જનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ગત રવિવારે ડોક્ટરોએ દેવચંદભાઈને બ્રેઇનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવચંદભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

પરિવારે અંગદાનની સંમતિ આપી
ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેને જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલોમાં અંગદાન અંગેના સમાચારો જોતા હોયએ છીએ. આજે જ્યારે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે તૈયાર છીએધો. દેવચંદભાઈનો પુત્ર નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT માં, પુત્રી રીશા નવયુગ કોલેજમાં T.Y B.COMમાં અભ્યાસ કરે છે.

પરિવારજનો, તબીબો સહિતના લોકોએ સલામી આપી.
પરિવારજનો, તબીબો સહિતના લોકોએ સલામી આપી.

267 કિમીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો
લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની કિડની હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જ્યારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના 267 કિમીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

કોરોના બાદ 148 અંગો અને ટીસ્યુઓના દાન
કોવિડ-19ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન 48 કિડની, 27 લિવર, 10 હૃદય, 16 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 46 ચક્ષુઓ સહીત કુલ 148 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 137 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 408 કિડની, 172 લિવર, 8 પેન્ક્રીઆસ, 36 હૃદય, 20 ફેફસાં અને 310 ચક્ષુઓ કુલ 954 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 873 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.