ઠગાઈ:સુરતના કતારગામમાં હાર્ડવેરના વેપારી સાથે નોકરી કરતાં સંબંધી એકાઉન્ટન્ટે 10.20 લાખની છેતરપિંડી કરી

સુરતએક વર્ષ પહેલા
દુકાનદાર સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. - Divya Bhaskar
દુકાનદાર સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
  • વેપારીના જમાઈના કાકાના દિકરા યોગેશ નારીયાએ નોકરી દરમિયાન ઉચાપત કરી

કતારગામ લલીતા ચોકડી ખાતે આવેલ જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં નોકરી કરતા એકાઉન્ટન્ટે કુલ રૂપિયા 10.20 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

જેના આધારે વેપારીને ત્યાં નોકરી કરતાં સંબંધી એકાઉન્ટન્ટ સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દુકાનમાં સંબંધી હોવાથી નોકરી પર રાખવામાં આવ્યો હતો.
દુકાનમાં સંબંધી હોવાથી નોકરી પર રાખવામાં આવ્યો હતો.

વિશ્વાસ મૂકાતા ગેરફાયદો ઉઠાવ્યો
કતારગામ પોલીસમાંથી મળતી વિગતો મુજબ લલીતા ચોકડી સીતારામ ચોક કુષ્ણનગર સોસાયટીમાં રહેતા દિપકભાઈ ગણેશભાઈ ગઢીયા (ઉ.વ.41) લલીતા ચોકડી પાસે જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ નામથી એલ્યુમિનિયમ તથા હાર્ડવેરનો ધંધો કરે છે. દિપકભાઈની દુકાનમાં તેમના જમાઈ નિલેશભાઈના કાકાના દિકરા યોગેશ શાંતીભાઈ નારીયા (રહે, ધનમોરા કોમ્પ્લેક્ષ, હિરાબાગ પાસે) છ વર્ષથી એકાઉન્ટન્ટ અને માર્કેટીંગનું કામ કરે છે. યોગેશ ધંધાનો તમામ હિસાબ, રોકડ લેવડ દેવડ અને ટ્રાન્સફર પણ સંભાળતો હતો. યોગેશ સંબંધમાં હોવાથી દિપકભાઈએ તેના ઉપર વિશ્વાસ મુકી બેન્ક એકાઉન્ટનો પણ વહીવટ આપ્યો હતો. જેનો યોગેશ નારીયાઍ ફાયદો ઉઠાવ્યો હતો.

દુકાનદારની પત્નીના બેંકના ચેક લઈને પણ ઉચાપત કરી હતી.
દુકાનદારની પત્નીના બેંકના ચેક લઈને પણ ઉચાપત કરી હતી.

ટૂકડે ટૂકડે રૂપિયા ઉપાડી લીધા
એકાઉન્ટન્ટે 2019થી 14 સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં ટૂકડે ટૂકડે કરી દિપકભાઈની પત્નીના ખાતામાંથી રૂપિયા 4.70 લાખ ઉપા્ડ્યા હતા. તેમજ હાર્ડવેરની અલગ અલગ પાર્ટીઓ પૈકી કડોદરાની શુભમ એલ્યુમિનિયમના બીલની રકમના રૂપિયા 35 હજાર, ભરૂચના શ્રીજી ઍલ્યુમિનિયમના રૂપિયા 10 હજાર, અંકલેશ્વરની જય અંબે એલ્યુમિનિયમના રૂપિયા 20 હજાર, મળી કુલ રૂપિયા 5.35 લાખની ઉચાપત કરી હતી. આ ઉપરાંત યોગેશે બેન્ક ખાતામાંથી ટૂકડે ટૂકડે કરી રૂપિયા 7.35 લાખ ટ્રાન્સફર કરી કુલ રૂપિયા 12.70 લાખની ઉચાપત કરી હતી.આ અંગેની જાણ થતા યોગેશે તેમાંથી રૂપિયા 2.50લાખ પરત આપ્યા હતાં. જયારે બાકીના રૂપિયા 10.20 ન ચૂકવી વિશ્વાસધાત કર્યો હતો. બનાવ અંગે દિપકભાઈની ફરિયાદને આધારે પોલીસે યોગેશ નારીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.