સર્વેક્ષણ:સર્વે મુજબ 26% લોકોએ ઓનલાઈન કામમાં અને 20 % લોકોએ મનોરંજનમાં સમય કાઢ્યો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં લોકોની મનની સ્થિતિ સમજવા શહેરના 1200 લોકોના અભિપ્રાય લેવાયા

લોકડાઉનમાં સમગ્ર દેશના લોકો કેદ થયેલા છે, ત્યારે શહેરની વી.ડી.દેસાઈ માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. વિજય મનુ પટેલે ‘લોકડાઉન 2020માં લોકોની મન: સ્થિતિ સમજવા માટેનું સર્વેક્ષણ’’ કર્યુંં હતું. જેમાં શહેરના 1200 લોકોના (47% સ્ત્રીઓ અને 53% પુરુષોના) અભિપ્રાયો લીધા હતા. વયજુથ મુજબ 34 વર્ષથી નીચેના 33% અને 35 વર્ષથી મોટા 67 % લોકોએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો.

53 ટકા લોકોએ માન્યું કે લોકડાઉનમાં પર્યાવરણ શુધ્ધ થયું, 16%ના મતે લોકોમાં સેવા ભાવના વધી

લોકડાઉનમાં કેવો અનુભવ થયો છે એ પ્રશ્નના ઉત્તરમાં 42% ને ચિંતાજનક, 10% ને નિરાશાજનક અનુભવ થયો હતો, 27% ને કોઈ જ ફર્ક લાગ્યો ન હતો. તેમજ 21% ને તીવ્ર આનંદની અનુભૂતિ થઈ હતી. લોકડાઉનમાં 43% લોકોએ ઘરકામમાં, 26% એ ઓનલાઈન કામમાં, 20% લોકોએ રમત-મનોરંજનમાં અને 11% એ મિત્રો સંબંધીઓ સાથેની ગપસપમાં સમય વીતાવ્યો હતો. 53% લોકો કમ્પ્યુટર-મોબાઈલમાં, 14% પુસ્તકોમાં, 13% ટી.વી.માં અને 20 % અન્ય વસ્તુઓ સાથે વ્યસ્ત રહ્યાં છે. આ સમય દરમ્યાન રોજ સરેરાશ ત્રણ કલાકથી વધુ સમય મોબાઇલમાં વ્યસ્ત રહેનારા લોકો 27% હતા. મોબાઇલમાં ત્રણ કલાક વ્યસ્ત રહેનારા 45%, એક કલાક વ્યસ્ત રહેનારા 26% અને તેનો બિલકુલ ઉપયોગ ન કરનારા 2% લોકો હતા. કોરોનાના સમયમાંં સમાજ માટે સૌથી મોટી ઉપલબ્ધિ 53 % લોકોને મતે પર્યાવરણ શુદ્ધિ, 16 %ને મતે સેવા ભાવનામાં વૃદ્ધિ, 23 %ના મતે સાદગીનો સ્વીકાર અને 8 % લોકોને મતે નાણાકીય બચતમાં વૃદ્ધિ બની હતી. વૈશ્વિક કોરોના સંકટમાં માનવજાતના સૌથી મોટા શત્રુ તરીકે 18 % એ ખોટી દિશાનાં વિકાસને, 16 % એ આર્થિક અસમાનતાને, 31 % એ નિરક્ષરતા-અજ્ઞાનને અને 35 % એ વસ્તીની ગીચતાને ગણાવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...