તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેમ્બરની બેઠક:જૂના બાંધકામમાં નવા પ્લાન પ્રમાણે 40 ચોરસ મીટર પૂરા મળશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 સેગમેન્ટ માટે રિ ડેવલપમેન્ટ પોલિસી પર ચેમ્બરની બેઠક

સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસી વિશે ચેમ્બર ખાતે યોજાયેલી ચર્ચામાં 25 વર્ષ કરતાં ઓછા સમયના એટલે કે 20 વર્ષ પહેલાના ફ્લેટ્સ હોઈ તેને પણ સરકારની નવી રી-ડેવલોપમેન્ટ પોલીસીનો લાભનો મુદ્દો ઉઠ્યો હતો.ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, એપાર્ટમેન્ટમાં રહેતા 75 ટકા ફલેટધારકો જો તેમના જર્જરીત થઇ ગયેલા ફલેટનું ફરીથી બાંધકામ કરવા માંગતા હોય તો આ પોલિસી અંતર્ગત તે શકય બની શકે છે.

25 વર્ષ કરતા ઓછા સમયના એટલે કે 20 વર્ષ પહેલાના ફલેટ હોય અને તે જર્જરીત થઇ ગયા હોય તો એવા સંજોગોમાં સરકારની નવી રી–ડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત સુરતમાં બનેલી કમિટી તપાસ કરીને આ ફલેટને જર્જરીત જાહેર કરે તો તેઓનું પણ આ પોલિસી અંતર્ગત રી–ડેવલપમેન્ટ થઇ શકે છે. વધુમાં, ફલેટધારકોને બાંધકામ માટે વધુમાં વધુ 40 ચો.મી સુધી કારપેટ એરીયો મળી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. અગાઉનું બાંધકામ જો 40 ચો.મી કરતા ઓછું હશે તો પણ તેઓને 40 ચો.મી સુધી કારપેટ એરીયો મળશે.

રી-ડેવલોપમેન્ટ પોલીસીમાં સૂચવેલા સુધારાઓ

 • 1968માં મુંબઇમાં મહારાષ્ટ્ર સરકારના જર્જરીત મકાનોના રી–ડેવલપમેન્ટ પોલીસીની જેમ ગુજરાત સરકારે પણ રી–ડેવલપમેન્ટ પોલિસીમાં પેઇડ FSIનું પ્રોવિઝન કરવું જોઇએ, જેથી ફલેટધારકોને આર્થિક રાહત થઇ શકે.
 • ગુજરાત સરકારે બોમ્બે રિપેર બોર્ડની જેમ ગુજરાત રિપેર બોર્ડ બનાવી કામગીરી કરવી જોઇએ.
 • નવા નિયમ બનાવી હયાત કાયદા તથા લોકોની જરૂરિયાતોને ધ્યાને લઇ નવી પોલિસી બનાવવી જોઇએ
 • સરકારની નવી રી–ડેવલોપમેન્ટ પોલિસીમાં રેસીડેન્સીયલ બાંધકામોની સાથે કોમર્શિયલ બાંધકામો તેમજ ઔદ્યોગિક વિસ્તારને પણ સમાવવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો