• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • According To Surat, Got 9th Rank In The Country, Will Do Computer Science In IIT Mumbai Despite Getting Visa From Canada, USA

JEE એડવાન્સ પરિણામ:સુરતના મહિતે ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 9મો રેન્ક મેળવ્યો; કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં મુંબઈ IITમાં કમ્પ્યુટર સાયન્સ કરશે

સુરત17 દિવસ પહેલા

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી જેઈઈ(જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન) એડવાન્સની 28મી ઓગસ્ટના રોજ લેવાયેલી પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. જેમાં સુરતના મહિત ગઢીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સાથે દેશમાં (ઓલ ઈન્ડિયા)માં 9મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. 10માં ધોરણથી જ જેઈઈની પરીક્ષાની તૈયારી કરતાં મહિતને એડવાન્સમાં 9મો રેન્ક અને મેન્સમાં 29મો રેન્ક મળ્યો હતો. એક પછી એક સફળતાના પ્રેશર વચ્ચે મહિતે જણાવ્યું હતું કે તળાવથી દૂર રહેવા માટે તે કસરત અને મેડીટેશનનો સહારો લેતો હતો. કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં આગામી સમયમાં મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.

શિક્ષકોએ ગર્વ વ્યક્ત કર્યો
સુરતના વિદ્યાર્થીઓને ટોપ 100માં સ્થાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મોહિતને નવમો ક્રમ જ્યારે જલધી જોષીને 32મો અને કૃષ રાખોલીયાને 84મો તથા શશી કુમારને 94મો ક્રમ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ શિક્ષકોએ ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોરોના સહિતની આકરી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓએ એકધારી મહેનત કરીને આ સફળતા મેળવી છે.

મહિતના માતા-પિતા બંને ડોક્ટર છે.
મહિતના માતા-પિતા બંને ડોક્ટર છે.

મહિતે ઝળહળથી સફળતા મેળવી
મહિત ગઢીવાલાએ જેઈઈ એડવાન્સ 2022માં 360માંથી 285 ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહીતે જણાવ્યું હતું કે, એને પહેલેથી જ એન્જિનિયર બનવાની ઈચ્છા હતી. લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ બાદ ઓફલાઈન ક્લાસ શરૂ થયા હતા. જેમાં તમામ શિક્ષકોનો ગાર્ડન લાઈન ફોલો કરતો હતો. પરીક્ષાની પેટર્ન બદલાતા તૈયારીઓ પણ એ પ્રકારે કરાવવામાં આવતી હતી.

ઓલમ્પિયાડમાં મેદાન માર્યું
મહિતે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલમ્પિયાડ 2020-21માં વિશ્વમાં પ્રથમ નંબર તથા નેશનલ સાયન્સ ઓલમ્પિયાડ 2020-21માં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય 53મા અને 54મા બંને ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે 16મા ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 22મા એશિયન ફિઝિક્સ ઓલમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાથે જ ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલમ્પિયાડ માટે પણ તેની પસંદગી થઈ હતી. kvyyમાં ઓલ ઇન્ડિયા રેન્ક 24 તથા kvvy ધોરણ 11 માં ઓલ ઇન્ડિયા રેન્ક 26 પ્રાપ્ત કરી ચૂક્યો છે.

માતા-પિતાએ મહિતને પૂરતો સપોર્ટ કર્યો.
માતા-પિતાએ મહિતને પૂરતો સપોર્ટ કર્યો.

ડાઉટ પર ફોકસ કર્યું
મહિતે જણાવ્યું કે, રોજે રોજનું હોમવર્ક અને રિવિઝન તથા ડાઉટ સોલ્વ પર વધારે ફોકસ કર્યો હતો. જે એડવાન્સ પેપરમાં ચેલેન્જ રહે છે. ક્યારેય પણ સરપ્રાઈઝ મળી શકે છે. અલગ અલગ લેવલના પેપર સામે આવે છે. આ માટે પ્રશ્નો સોલ્વ કરવા પર વધારે મહેનત કરી અને પ્રશ્ન પેપરની વધારે પ્રેક્ટિસ કરી હતી. ટાઈમ મેનેજમેન્ટની સાથે એક્યુરસીનું પણ ધ્યાન રાખતો હતો. ક્લાસરૂમના ભણતર સિવાય રોજે રોજ સાતથી આઠ કલાક વાંચન કરતો હતો.

મહિત બ્લેક બેલ્ટ વિજેતા છે
મહિતને માત્ર ભણવાનો શોખ જ નથી. પરંતુ, અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ તે રસ ધરાવે છે. માર્શલ આર્ટના કરાટેનો તો એક્સપર્ટ છે અને ધ વર્લ્ડ તાઈકવાન્ડો સાઉથ કોરિયા તરફથી આયોજિત સ્પર્ધામાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યો છે. આ સાથે જ ભણવાની સાથે જ્યારે ફ્રેશ થવા માંગતો હોય ત્યારે રાત્રે વેબ સિરીઝ કે ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે.

અત્યાર સુધી મહિત સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રહ્યો હતો.
અત્યાર સુધી મહિત સોશિયલ મીડિયા અને ફોનથી દૂર રહ્યો હતો.

ડેન્ટિસ્ટ માતાએ ક્લિનિક બંધ રાખ્યું
મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલા અને માતા પ્રેમલ ગઢીવાલા બન્ને ડેન્ટિસ્ટ છે અને પોતાના ખાનગી ક્લિનિક ચલાવે છે. મહિતના માતા ડો. પ્રેમલ ગઢીવાલાએ જણાવ્યું હતું કે, માહિત અમારૂં એકમાત્ર સંતાન છે. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. અમે તેને પૂરતો સપોર્ટ કરીએ છીએ. તેની તૈયારી માટે અમારા બન્નેમાંથી કોઈએ સાથે રહેવું જરૂરી હોવાથી મેં મારી પ્રેક્ટિસ ઘણા સમયથી છોડી દીધી છે. જ્યારે માહિતના પિતા મારૂં અને તેમનું બન્નેનું ક્લિનિક ચલાવતા હતાં. મહિતે પ્રથમ ક્રમ રાજ્યમાં મેળવતા અમને પણ ખૂબ ખુશી થઈ રહી છે.

આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા
મહિત ગઢીવાલાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા ખૂબ જ ટફ અને ડીપમાં હોય છે. આમ તો બધા જ વિષય અઘરા હોય છે. પરંતુ શિક્ષકો દ્વારા યોગ્ય તૈયારી કરાવાતા મારા માટે પરીક્ષા આસાન બની હતી. આગામી સમયમાં તેને આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.

જલધીએ 61 બાદ 32મો ક્રમ મેળવ્યો
જલધી જોશીએ જેઈઇ મેન્સમાં 61મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ શિક્ષકોના માર્ગદર્શન અને રોજેરોજની તૈયારીની સાથે સાથે ડાઉટ ક્લિયર કરતાં એડવાન્સમાં 32મો ક્રમ મળ્યો છે. માતા-પિતા બંને ડોક્ટર હોવા છતાં દીકરીને મુંબઈ આઇઆઇટી માટે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. ડોક્ટર પિતા ઉત્પલ જોશી એ જણાવ્યું હતું કે, મારો મોટો દીકરો પાંચ વર્ષ પહેલા આઇઆઇટી મુંબઈમાંથી એડમિશન લઈને હાલ અમેરિકામાં રોબોટિક સાયન્સમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે હવે તેના પગલે દીકરી પણ આગળ વધી રહી છે જેનો અમને ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...