દુર્ઘટના:પુત્રના લગ્નની ખરીદી કરવા માટે ગયેલા પિતાનું અકસ્માતમાં મોત

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચલથાણનાં વૃદ્ધ પત્ની સાથે બાઇક પર પાંડેસરા જતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા

પુત્રના લગ્નની ખરીદી માટે બાઈક પર પાંડેસરા જવા માટે નીકળેલા વૃદ્ધ દંપતીની બાઈકને ઈકલેરા ચાર રસ્તા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ચલથાણ સ્ટેશન રોડ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઈ ભાવસાર (62)નાં પુત્રનાં પુત્રના આવતા મહિને લગ્ન નક્કી હોવાથી તેઓ પત્ની સરલાબેન સાથે 13 નવેમ્બરે લગ્નની ખરીદી માટે બાઈક પર ચલથાણથી પાંડેસરા જવા નિકળ્યા હતા.

તેઓ ઈકલેરા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા કોઈક અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં સરલાબેનને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે કિરણભાઈ ગંભીર રીતે ઘવાતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મંગળવારે સવારે કિરણભાઈનું મોત નિપજ્યું હતું. ડિંડોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...