તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકેલ જરૂરી:માંડવીના છેવાડે આવેલા ધોબણીનાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગને લીધે સર્જાયું અકસ્માતનું જોખમ

માંડવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંડવી ધોબની નાકા પર આડેધડ વાહન પાર્કિંગથી અકસ્માતનો ભય સાથે અવર જવરમાં મુશ્કેલી - Divya Bhaskar
માંડવી ધોબની નાકા પર આડેધડ વાહન પાર્કિંગથી અકસ્માતનો ભય સાથે અવર જવરમાં મુશ્કેલી
  • ધોબણીનાકા મુખ્ય સર્કલ પર કાર તેમજ ટ્રકો પાર્કિંગને લીધે મુશ્કેલી વધી

માંડવી નગરનાં છેવાડે આવેલ ધોબણીનાકા વિસ્તારનાં ત્રણ રસ્તા અકસ્માત વિસ્તાર સમાન છે. સર્કલ પર મુખ્ય ત્રણ અને લોકલ ત્રણ માર્ગો ભેગા થતા દરેક દિશામાંથી વાહનો ગમે તેમ આવતા હોય. તદુપરાંત સર્કલ પર નાની કારો તેમજ મોટી ટ્રકો પણ પાર્કિંગ કરતા હરહંમેશ અકસ્માત થવાનો ભય સર્જાયેલો રહે છે.આ માર્ગ વાપી-શામળાજી સ્ટેટ હાઈવેનો ભાગ હોવાથી 24 કલાક નાના મોટા વાહનો પસાર થતા હોવાથી આ સ્થળ પર રોજ બરોજ નાના મોટા અકસ્માતો તો કોઈક વાર જીવલેણ અકસ્માતો પણ થતા જ રહે છે. તેમજ સર્કલનાં ઝંખવાવ તરફ જતા માર્ગ પર લાંબા સમયથી ઊંડો ખાડો પડી ગયો છે.

અને હાલમાં જ ખોદકામ કર્યા બાદ યોગ્ય પૂરણ ન કરતા ટ્રાફિક સમસ્યાઓ પણ વધી રહી છે. પરંતુ એક ખાડો પૂરી માર્ગની સ્થિતિ યોગ્ય કરવાનો પણ તંત્ર પાસે સમય નથી. તેમજ આ સર્કલ પર કોઈ પણ પ્રકારનાં ટ્રાફિક નિયમોનું પાલન થતું નજરે પડતું નથી. દરેક દિશા માંથી વાહનો પૂર ઝડપે આવતા હોવાથી વાહન ચાલક પણ આ સ્થળ પર થાપ ખાય જાય તો તેમાં નવાય નથી. અને વાહનોની ગતિને નિયંત્રિત કરવા બમ્પર પણ મુકવામાં આવ્યા નથી. માટે માર્ગનો આ ભાગ કોઈ અકસ્માત વિસ્તારથી ઓછો પણ નથી. તો તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી આ વિસ્તારને સુરક્ષિત બનાવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો