અકસ્માત:ONGC રોડ પર અકસ્માત: પોતાની ટ્રકો વચ્ચે જ દબાતા 2 ડ્રાઈવરોનાં મોત

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ONGC રોડ પર થયેલા વિચિત્ર અકસ્માતમાં પોતાની ટ્રકો વચ્ચે જ 2 ડ્રાઈવરોના દબાતા મોત થયા છે. ઈચ્છાપોરના અને મુળ યુપીના વતની વિનોદ શ્રીલાલમન યાદવ(35) અને દિલીપ ગોપીચંદ યાદવ(55) ટ્રક ડ્રાઈવર હતા. રવિવારે મળસ્કે બન્ને ઓએનજીસી રોડ પર એચપીસીએલ નજીક સર્વિસ રોડ પર બન્નેની ટ્રક પાર્ક કરી બન્ને ટ્રકની વચ્ચે ઉભા રહી વાતચીત કરતા હતા.

દરમિયાન મેઈન રોડ પર પસાર થઈ એક ટ્રકના ડ્રાઈવરે તેની આગળ પસાર થતી ટ્રકને ટક્કર મારી હતી. જેના કારણે આગળ પસાર થઈ રહેલી ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દીધું હતું અને રેલીંગ તોડી સર્વિસ રોડ પર ધસી ગઈ હતી.જેમાં વિનોદભાઈ અને દિલીપભાઈ પોતાની જ બન્ને ટ્રકો વચ્ચે દબાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ બન્નેનું અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું. ડ્રાઈવરની ધરપકડ કરી છે. મૃતક વિનોદને 1 પુત્ર અને 1 પુત્રી છે. જ્યારે દિલીપને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે.

અન્ય સમાચારો પણ છે...