અકસ્માત:બારડોલી દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ ઈજાગ્રસ્ત

સુરત3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે બસના અકસ્માતથી ટ્રાફિકજામ થઈ ગયો હતો. - Divya Bhaskar
બે બસના અકસ્માતથી ટ્રાફિકજામ થઈ ગયો હતો.
 • મુસાફરોની ચિચિયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા

સુરત જિલ્લાના બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા
સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે 20થી ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા છે.

મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા પિતા-દીકરી ઈજાગ્રસ્ત થયા
બારડોલી થી આવતી મુસાફરો ભરેલી લકઝરી પુર ઝડપે ફાટક પાસે ઉભેલી બસ માં ઘુસી ગઈ હતી. મહારાષ્ટ્રથી નીકળેલી આરઆર ટ્રાવેલ્સની બસનો અકસ્માત થયો હતો. જેમાં સુરતના રહેવાસી દિલાવર ખાન મહારાષ્ટ્રથી દીકરીને લઈ સુરત આવતા હતા. દરમિયાન બસનો અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્તોની યાદી

 • ભામાબાય કાશીરામ 40 મહિલા
 • કાશીરામ ઉમારીયા 45 પુરુષ
 • પ્રવિણા સલીમ શેખ 35 મહિલા
 • મો. હનીફ શેખ 21 પુરુષ
 • મોહન રમશાન 40 પુરુષ
 • ગીતાબેન દિપકભાઇ 30 મહિલા
 • સંગીતા ભાઈદાસ 40 મહિલા
 • આરચલ દેવીસિંગ 30 પુરુષ
 • સૈયદ યાકુબ સૈયદ 25 પુરુષ
 • બુદ્ધારામ નોવાલ રામ 37 પુરુષ
 • મોનાબેન ભીલ 19 મહિલા
 • શેખ સલીમ 45 પુરુષ
 • પ્રકાશ માનવતકર 26 રહે વાસીમગામ નંદુરબાર
 • નરપત વેરું રાજપૂત 30 રહે નાગોરગામ રાજસ્થાન
 • દિલાવર રઘુકુળ રહેમાન શેખ 58 રહે બાલા પુરગામ અકોલા
 • કુશાલ આત્મારામ પાડવી 40 રહે મતવાર ગામ અક્કલકુવા નંદુરબાર
 • પૂનમબેન ગણેશભાઈ પાડવી 21 રહે એજન
 • ઉમેશ ક્રિષ્ના કરાદે 21 રહે અકોલા ગામ મહારાષ્ટ્ર
 • વિલાશ અમૃતભાઈ અકરે 31 રહે દેમાલી ગામ શારદા મહારાષ્ટ્ર
 • શારદાબેન અમૃતભાઈ અકરે 29 રહે એજન
 • શિલાબેન સોમાભાઈ પરમાર 29 રહે ખડકારી ગામ વડોદરા
 • વંદનાબેન દોલભાઈ મરાઠી 40 રહે મહારાષ્ટ્ર