ACBની સફળ ટ્રેપ:સુરતમાં લાકડા ભરેલો ટેમ્પો છોડવા બીટ ગાર્ડ વતી લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર
  • આ બાબતે ટેમ્પા માલિક એ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરતા સત્ય સામે આવ્યું

સુરતમાં એસીબીએ મહુવા રેન્જ ફોરેસ્ટરની ઓફીસમાં લાંચ લેતા બીટ ગાર્ડ વતી લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બીટ ગાર્ડ તરુણભાઈ એ લાકડા ભરેલો ટેમ્પો છોડી મુકવા 10 હજાર ની લાંચ માગી હતી. સમાધાનમાં 5 હજાર નક્કી થયા બાદ આજે રૂપિયા સ્વીકાર ના કોપ્યુટર ઓપરેટર ઝડપાય ગયો હતો. એસીબીએ બીટ ગાર્ડ ની લાંચ નો ઓડિયો કલીપ અને ફરિયાદ ના આધારે છટકું ગોઠવ્યું હતું.

લાકડા ભરેલ ટેમ્પા બાબતે પુછ-પરછ કરી
એસીબીએ જણાવ્યું હતું કે, જલાવ લાકડાનો ધંધો કરતા વેપારીનો ગત તા: 23-11-2021ના રોજ ચિખલી વિસ્તારમાંથી પંચકુટી જલાવ લાકડાનો ટેમ્પો ભરી પોતાના ડ્રાયવરને સુરત સચિન જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક એકમમાં ખાલી કરવા માટે રવાના કર્યો હતો. મહુવા સણવલ્લા ગામ દુધ મંડળી સામે મહુવા ફોરેસ્ટના બીટ ગાર્ડ તરુણભાઈ નેતા એ ટેમ્પા ચાલકને લાકડા ભરેલ ટેમ્પા બાબતે પુછપરછ કરી દાખલાની માંગણી કરી હતી.

રૂ.10 હજારની માંગણી કરી
ટેમ્પા ચાલકે પોતાની પાસે દાખલા નહી હોવાનુ જણાવતા બીટ ગાર્ડ તરુણભાઈએ ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી ટેમ્પાના માલિલ સાથે મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે રૂ.10 હજારની લાંચની રકમની માંગણીની વાતચીત કરી હતી. રકઝકના અંતે રૂ.5 હજાર નક્કી કરાયા હતા. તરૂણભાઈએ ટેમ્પાના માલિકનો મોબાઇલ નંબર ટેમ્પા ચાલક પાસેથી લઇ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. 5 હજારની માંગણી કરી હતી.

ટેમ્પાના માલિકએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ
આ બાબતે ટેમ્પાના માલિકએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં બીટ ગાર્ડ તરુણભાઈ ભાગી ગયા હતા. જ્યારે કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ રૂ. 5 હજાર આપી દેવા જણાવવામાં આવ્યું હતું. એસીબીએ લાંચની રક્મ સ્વીકારતા કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.