તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ACB Files Case Against 10 Policemen, Including PI, For Soliciting Bribe Of Rs 10 Lakh For Detention And Non filing Of Fraud Case In Kamarej, Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ બેડામાં ખળભળાટ:છેતરપિંડીના કેસની પતાવટ માટે 3 લાખ માગનાર કામરેજ PI સહિત 10 સામે ગુનો, ACB ટ્રેપ ફેલ જતા સાંયોગિક પુરાવા કામ લાગ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક જ કામરેજ પોલીસ સ્ટેશનના PI વનાર(ફાઈલ તસવીર) સહિતના 10 પોલીસ કર્મી સામે લાંચનો ગુનો દાખલ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. - Divya Bhaskar
એક જ કામરેજ પોલીસ સ્ટેશનના PI વનાર(ફાઈલ તસવીર) સહિતના 10 પોલીસ કર્મી સામે લાંચનો ગુનો દાખલ થતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
  • લાંચના છટકામાં આરોપી પોલીસકર્મી ન ઝડપાતા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવાના આધારે ફરિયાદ

કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં આરોપી સાથે પતાવટ કરવા અને ગુનામાં વપરાયેલી ગાડી નહી બતાવવા તથા આરોપીના ભાઈ વિરૂધ્ધ પણ છેતરપિંડીનો ગુનો દાખલ નહી કરવા અવેજ પેટે મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી. જેથી ભોગ બનનારે એસીબીમાં ફરિયાદ કરી હતી પરંતુ છટકું નિષ્ફળ ગયું હતું. જોકે ખાતાકીય તપાસમાં ગુનો બન્યાનું સાબિત થતા કામરેજ પી.આઈ સહિત 10 પોલીસ વિરૂદ્ધ એસીબી એ ગુનો નોંધતા ખળભળાટ મચ્યો છે.

4 દિવસ ગેરકાયદે રીતે પો.સ્ટે.માં રાખ્યો હતો
એસીબીનું છટકું નિષ્ફળ ગયા બાદ પણ એસીબીએ આ ગંભીર મામલાને પડતો નહીં મુકી ભ્રષ્ટ પોલીસ અધિકારી અને તેમના લાંચિયા પોલીસ કર્મચારીઓ સામે તપાસ ચાલુ રાખી હતી. જેમાં તપાસ દરમિયાન બહાર આવેલી ચોંકાવનારી વિગત એવી છે કે, પોલીસે આરોપીને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખી પોલીસ કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે અમદાવાદ તપાસમાં લઈ જઈ ખોટું કર્યાનું પણ નોધાયું હતું. જયારે પોલીસ કર્મી જયેશ જયંતી નિરંજની અને અલ્પેશ મોતી દેસાઈએ લાંચની રકમ માંગ્યાનું પણ નોંધાયું છે. આ રીતે આરોપીની ગેરકાયદે અટકાયત કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાંચ માંગી હતી.

પાસ નેતાના કારણે અગાઉ 4 સસ્પેન્ડ થયા
પાસના નેતા અલ્પેશ કથિરીયાની બર્થ ડે પાર્ટીના કારણે થોડા દિવસ અગાઉ જ કામરેજ પોલીસ મથકના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા હતા, જ્યારે 1 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી અને હવે વધુ પીઆઈ વનાર સહિત 10 પોલીસ કર્મચારીઓ સામે લાંચ માંગવાનો ગુનો નોંધાવાથી કામરેજ પોલીસ મથક ખાલી થયાનો હાલ અહેસાસ અન્ય સ્ટાફ વ્યક્ત કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. એસીબીમાં દાખલ થયેલી આ ફરિયાદના કારણે પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો.

77માંથી 15 કર્મીઓ ઓછા થયા
કામરેજ પોલીસ મથકનું મહેકમ 80 અને મંજુર મહેકમ 77નું છે. ડિસેમ્બર માસ પોલીસ મથક માટે કપરો રહ્યો છે. અઠવાડિયા પહેલા 4 પોલીસ કર્મી સસ્પેન્ડ અને એકની બદલઈ કરાઈ હતી.હવે કામરેજના પીઆઈ સહિત 10 પોલીસ સામે ગુનો નોંધતા કુલ 15 કર્મચારી ઓછા થયા છે. ત્યારે કામરેજ જેવા પોલીસમાં ગુનાઓ વધુ નોંધાતા હોય, ઓછા સ્ટાફ સાથે કામગીરી કરવાની નોબત આવી છે. કામરેજ પોલીસનો હાલ ચાર્જ પીએસઆઇ પી.ડી. ગોંડલીયાને ચાર્જમાં છે.

10ની માંગ કરી 3લાખ નક્કી કરાયા હતા
કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હોવાથી ફરિયાદીના ભાઈને તા.10/09/2020ના રોજ સુરત શહેર વિસ્તારમાંથી આરોપી પોલીસ કર્મચારી જયેશભાઇ, અલ્પેશભાઈ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મુલાકાત દરમ્યાન આરોપી પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે તથા બલેનો ગાડી, ગુનાના કામે ન બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરૂધ્ધ અને છેતરપિંડીના ગુનાઓ ન દાખલ કરવાના અવેજ પેટે પ્રથમ 10 લાખની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂપિયા 3 લાખની માંગણી કરાઈ હતી.

લાંચ છટકું નિષ્ફળ ગયું હતું
3 લાખનું નક્કી થયા બાદ 13/09/2020ના રોજ સાંજના જમવાનું ટિફિન આપવા આવે ત્યારે રૂપિયા 1.20 લાખ અને બાકીના બીજા દિવસે આપવા નક્કી થયું હતું. પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય, આરોપીઓ વિરૂધ્ધ તા.13/09/2020 ના રોજ એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં 13મીના રોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જે લાંચના છટકા દરમ્યાન આરોપી પોલીસકર્મીઓને ગંધ આવી ગઈ હોયતેમ લાંચની રકમ ન સ્વિકારતા છટકું નિષ્ફળ ગયું હતું.

ત્રણ માસ બાદ પૂરાવાના આધારે ફરિયાદ
ACBની પ્રાથમિક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો. તપાસના અંતે એકત્રીત થયેલ દસ્તાવેજી પૂરાવા, મૌખિક પૂરાવા, વૈજ્ઞાનીક પૂરાવા અને સાંયોગિક પૂરાવાના આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાય આવ્યું હતું.લાંચના છટકાના ફરીયાદીના ભાઇને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો. તેમજ ફરીયાદીના ભાઇને આરોપી કુલદીપદાન બારહટનાકહેવાથી તા.11/09/2020ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઈ અને સાગરભાઇએ ફોર્ચ્યુનર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઇ ગયા હોવાનું પણ પ્રાથમીક તપાસ દરમ્યાન જણાય આવ્યું હતું.

પૂરાવાઓને આધારે ફરિયાદ દાખલ થઈ
પ્રાથમિક તપાસ દરમ્યાન એકત્રીત થયેલા પૂરાવાઓને ધ્યાને લેતાં આરોપી જયેશભાઈ અને અલ્પેશભાઈ નાઓએ લાંચના છટકાના ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલાનું પણ જણાય આવ્યું હતું. પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.એ સરકાર તરફે ફરીયાદ જાહેર કરી આરોપીઓ (1) જે.બી.વનાર, પો.ઇ. કામરેજ પો.સ્ટે. (2) અ.પો.કો. જયેશભાઇ જયંતીભાઇ નિરજની (3) અ.પો.કો. અલ્પેશભાઇ મોતીભાઈ દેસાઇ (4) અ.હે.કો. કુલદીપદાન ગંભીરદાન બારહટ (5) અ.પો.કો. દિપકભાઇ હરગોવિદભાઈ દેસાઈ (6) અ.પો.કો. જયદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ (7) એ.એસ.આઇ. ચંદાબેન સુનીલભાઇ પાયાભાઇ વસાવા (8) એ.એસ.આઈ. સુશીલાબેન જયતભાઇ રાવલ (9) એ.એસ.આઇ. સરદારભાઇ ધીરાભાઇ ભગોરા (10) જી.આર.ડી. સાગરભાઇ ભગવાનભાઇ રાડરીયા નોકરી, તમામ કામરેજ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?
ગત તા. 10/9/2020એ સુરત શહેરની હદમાંથી છેતરપિંડીના કેસના આરોપીને કામરેજ પોલીસના કર્મી જયેશ, અપ્લેશ અને દીપક પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. તેમની પર થયેલા છેતરપિંડીના કેસની પતાવટ કરવા અને તેમની બલેનો કાર ગુનાના કામે નહી બતાવવા તેમજ આરોપીના ભાઈ વિરૂદ્ધ ઠગાઈનો અન્ય ગુનો દાખલ નહી કરવા લાંચ પેટે પ્રથમ 10 લાખ માંગ કર્યા બાદ રકઝકના અંતે 3 લાખ નક્કી કરી તા.13મીએ સાંજે જમવાનું ટીફીન આપવા આવે ત્યારે 1.20 લાખ અને બાકીની રકમ બીજા દિવસે આપવાનું નક્કી થયુ હતું.જેથી સુરત ગ્રામ્ય એસીબીને ફરિયાદ કરતા છટકું ગોઠવાયું પણ ગંધ આવતા છટકા દરમિયાન પોલીસ કર્મીઓએ લાંચની રકમ ન સ્વીકારતા છટકું નિષ્ફળ ગયું હતું. ફરિયાદ બાબતે પ્રાથમિક તપાસ કરાતા તપાસના કાગળો, મૌખિક અને અન્ય સાંયોગિક પુરાવાને આધારે ગુનો કર્યો હોવાનું સાબિત થતા કામરેજ પીઆઈ જે.બી વનાર, પો.કો જયેશ જયંતી, અપ્લેશ મોતી, હે.કો કુલદીપદાન ગંભીરદાન બારહટ, દીપક હરગોવિંદ, જયદીપસિંહ ગોપાલ, એએસઆઈ ચંદા સુનીલ, સુનીલા જયંત, સરદાર ભગોરા, જીઆરડી સાગર રાદરીયા સહિત 10 વિરૂદ્ધ સુરત ગ્રામ્ય એ.સી.બીમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો