તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજની ટ્યૂશન ફી 12 ટકા કાપવાના નિર્ણયનો શૈક્ષણિક સંઘે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો

સુરત2 મહિનો પહેલા
200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો - Divya Bhaskar
200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો
  • યુનિવર્સિટી દ્વારા જે ટ્યુશન ફી ઘટાડાઈ છે તે ફીને લઈને અધ્યાપકોમાં ભારે રોષ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં સંલગ્ન કોલેજની ટ્યૂશન ફી વીસની જગ્યાએ બાર ટકા કાપવાનો નિર્ણય લેવાતા શૈક્ષણિક સંઘમાં રોષ ફેલાયો છે. જોકે, આ નિર્ણય બાદ ખાનગી કોલેજોના સંચાલકોને નુકશાન નહીં પહોંચે તે માટે તેમણે પ્રોફેસરોના પગાર કાપવાનો નિર્ણય લીધો હોવાની વાત છે. આમ, આવી સ્થિતિને પગલે શૈક્ષણિક સંઘે ફરી એક વખત કુલસચિવ સાથે બેઠક કરીને ટ્યૂશન ફી બાબતમાં સુધારો થાય તેવી માંગ કરી હતી. પણ તેમાં સુધારો નહીં થતા શૈક્ષણિક સંઘે આજથી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે. શૈક્ષણિક સંઘ કહે છે કે નિર્ણયમાં સુધારો કરવાની માંગ કરી હતી પણ હજી સુધી સુધારો આવ્યો નથી.

અધ્યાપકોએ આવેદનપત્ર પણ આપ્યું
કોલેજોમાં ફી ઘટાડાને લઈને આજે શૈક્ષણિક સંઘ દ્વારા શરૂ થયેલા આંદોલનમાં નર્મદ યુનિવર્સિટીની 200 કોલેજના અધ્યાપકો આંદોલનમાં જોડાઈને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા જે ટ્યુશન ફી ઘટાદાઈ છે તે ફીને લઈને અધ્યાપકોમાં ભારે રોષ છે. કેમકે આ ફી પર કાપ મૂકવાની સીધી અધ્યાપકોના પગાર પર અસર પડશે. અંદાજે 10,000નો કાપ આવી શકે તેમ છે.આથી તાત્કાલિક સિન્ડિકેટની બેઠક બોલાવીને એ ટ્યુશન ફી પર કાપ મૂકાયો છે તે પરત લેવા માંગ કરી છે. જેના વિરોધ માં આજે મોટી સંખ્યામાં અધ્યાપકો કાળી પટ્ટી પહેરીને ઓનલાઈન શિક્ષણ આપવાની સાથે વિરોધ કર્યો હતો.સાથે જ બપોર પછી આવેદનપત્ર પણ આપ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો