સુરત શહેરમાં સતત વસ્તી વધી રહી છે પરિણામે લોકોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. સુરત એ ઔદ્યોગિક શહેર છે અને અહીંથી ઘણા લોકો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જતા હોય છે. ધાર્મિક સ્થળ ઉપર જનારા લોકોની પણ સંખ્યા ખૂબ જ ઓછી છે તેને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. એસટી નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને શ્રીનાથદ્વારા એસી સ્લીપિંગ કોચ બસોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલીઝંડી બતાવાઈ હતી.
પાલીતાણા અને શ્રીનાથ દ્વારા માટે બસ વ્યવસ્થા
સુરતમાં જૈન સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં રહે છે સાથે સાથે શ્રીનાથજીના પણ અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ઘણા સમયથી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે તેમના તીર્થસ્થાન પાલીતાણા ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ અને વધારાની બસોનું આયોજન થવું જોઈએ. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય એસટી નિગમ દ્વારા આજે પાલીતાણા અને શ્રીનાથદ્વારા માટે બે એસી સ્લીપર બસોને લીલીઝંડી બતાવવામાં આવી છે.
યાત્રા સ્થાન પર જવા માટે સુવિધા
શ્રીનાથદ્વારા અને પાલીતાણા એ લોકોના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે અહીં સમયાંતરે લોકો રોજના ધાર્મિક યાત્રાના ભાગરૂપે જતા હોય છે. જેને કારણે ખાનગી બસોની અંદર પણ ખૂબ જ ઘસારો જોવા મળે છે. રજા અને તહેવારોના દિવસો ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડું પણ વધાવી દેતા હોય છે. જેના કારણે ધાર્મિક પ્રવાસ કરનાર યાત્રાળુંને વધુ ખર્ચ કરવો પડે છે. રાજ્ય એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે એસી સ્લીપીંગ કોચ બસ શરૂ કરવામાં આવી છે જેને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લીલીઝંડી બતાવવામાં આવી હતી.
100 દિવસમાં 900 કરતાં વધારે બસોની વ્યવસ્થા કરાશે : ગૃહરાજ્યમંત્રી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ઘણા સમયથી જૈન સમાજની માંગણી હતી કે પાલીતાણા તરફની બસો શરૂ કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી પાલીતાણા અને શ્રીનાથદ્વારા ખાતે જવા માટે નવી એસી બસો શરૂ કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે સરકાર બનવાના 100 દિવસમાં જ 900 કરતાં વધુ ને રાજ્યભરના અલગ અલગ શહેરો માટે યાત્રીઓની સુવિધામાં શરૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.