ભાસ્કર ફોલોઅપ:‘સ્મીમેરમાં નવા ટેન્ડર સોંપાયા બાદ ICUનું એસી રિપેર કરાશે’

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મીમેરનો નફ્ફટાઇપૂર્વક જવાબ
  • ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટ પુરો થઇ જતા AC રિપેરિંગ અટવાયાની કેફિયત

સ્મીમેર હોસ્પિટલના નવજાત બાળકોના ICU વોર્ડમાં છેલ્લા 50 દિવસથી AC બંધ હોવાના અહેવાલને પગલે શનિવારે વિભાગીય અધિકારીઓ દોડતાં થઇ ગયા હતાં. જોકે ઇલેક્ટ્રીક મેઇન્ટેનન્સ માટે નિમેલા કોન્ટ્રાક્ટરની અવધી પુરી થઇ ગઇ હોવાથી બગડેલા AC રિપેર થઇ શક્યા ન હતાં. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ઇલેક્ટ્રિક વિભાગે નવા કોન્ટ્રાક્ટર નિમવાની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જુના કોન્ટ્રાક્ટર પાસે જ PICU ના AC રિપેર કરવાના પ્રયત્નો શરૂ કર્યાં હતાં. જોકે પૂરેપૂરી સમસ્યાનો અંત આવતા હજુ અઠવાડીયુ લાગશે તેવી લાચારી વ્યક્ત કરી હતી. ત્યાં PICUમાં સારવાર હેઠળ નવજાત દર્દીઓના વાલીઓએ બાળકોને ઇન્ફેકશનથી બચાવવા તાકીદે AC ચાલુ કરાવવાની માંગ દોહરાવી હતી.

વિવિધ વિસંગતતા વચ્ચે સ્મીમેર હોસ્પિટલના પહેલા માળે ચાલતા નવજાત દર્દીઓના ICUમાં ગઇ તા. 11મી જુનથી AC બગડી ગયાની જાણકારી હોવા છતાં વિભાગીય જવાબદારોએ સમયસર રિપેરની પણ તસ્દી લીધી ન હતી. એક બે નહીં પણ 50 દિવસ બાદ પણ AC કૂલિંગ આપતા ન હોવાથી વૅન્ટિલેટર પર હોવા છતાં નવજાત દર્દીઓને પંખા નીચે સારવાર આપવામાં આવી રહી છે.

જેના લીધે પહેલાથી ડાઉન ઇમ્યુનિટી વાળા બાળકોને ઇન્ફેક્શનનો ભય રહેલો છે. શનિવારે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં અધિકારીઓએ દોડતાં થઇ ગયા હતાં. તેમણે PICUની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. સાથે જ ઇલેક્ટ્રિક વિભાગને બોલાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યાં હતાં. વિભાગે જણાવ્યું કે, ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છે. નવો કોન્ટ્રાક્ટર નિમાયો ન હોવાથી બગડેલા ACનું રિપેર થતાં હજુ અઠવાડિયું લાગી શકે છે. જોકે જુના કોન્ટ્રાક્ટરને ટેમ્પરરી વ્યવસ્થા કરી આપવા સૂચના અપાઇ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...