તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:12% ટ્યૂશન ફી માફીનો લાભ ન મળતા ABVP ઉપવાસ કરશે

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • VNSGUએ કોલેજોની ટ્યુશન ફીમાં કાપ મૂક્યો હતો
 • 7મી એપ્રિલથી ઉપવાસ, લાભ નહીં તો ઉગ્ર આંદોલન

સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ હજી પણ બાર ટકા ટ્યૂશન ફીનો લાભ પોતાના વિદ્યાર્થીઓને આપ્યો નથી. જેને કારણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ નોંધાવ્યો છે. તે સાથે કાર્યકારી કુલપતિ ડો.હેમાલી દેસાઇને આવેદન પાઠવીને જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને લાભ નહીં મળશે તો સાતમી એપ્રિલથી ઉપવાસ પર બેસશે.

પરિષદ જણાવે છે કે, યુનિવર્સિટીએ ખાનગી કોલેજોની ટ્યૂશન ફીમાં 12 ટકા, એફિલેશન ફીમાં 100 ટકા તેમજ જુદા-જુદા પ્રકારના હેડમાં 50થી 100 ટકા સુધીનો કાપ મૂકયો છે. જે મામલે યુનિવર્સિટીએ પરિપત્ર પણ કર્યો હતો. પરંતુ આજ સુધી ખાનગી કોલેજોએ વિદ્યાર્થીઓને લાભ આપ્યો નથી. જેથી વિદ્યાર્થીઓ 7 એપ્રિલથી ઉપવાસ પર બેસશે. ખાનગી કોલેજ લાભ નહીં આપશે તો પછી ઉગ્ર આંદોલન થશે.

સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસો.એ કાર્યકારી કુલપતિને રજૂઆત કરી છે કે 100 ટકા એફિલિએશન ફી માફ કરાય છે, તેનો લાભ આવતા વર્ષે નહીં, પણ અત્યારે આપો અથવા જે એફિલેશન ફી ભરી છે તે પરત કરો નહીં તો વિદ્યાર્થીઓને આપી દો. 12 ટકા ટ્યૂશન ફી માફીનો નિર્ણય પરત નહીં ખેંચાશે તો કર્મચારીઓનો પગાર કપાવાની નોબત આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો