ભગવાન મહાવીર યુનિવર્સિટીના સંચાલકોની ચાલી રહેલી મનમાનીના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. કોલેજ બદલવા ઇચ્છતા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ નહીં આપવામાં આવતા હોવાથી શુક્રવારે એબીવીપીએ કોલેજમાં હોબાળો મચાવ્યો હતો.એબીવીપીના મનોજ જાનીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી મનસ્વી નિર્ણયના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઇ રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા પ્રવેશ માટે નિયમ વિરૂદ્ધ ધોરણ 12ની માર્કશીટ અને એલ સી જમા લઇ લેવામાં આવે છે.
કોઇ વિદ્યાર્થી કોઇ કારણોસર અડધાથી અભ્યાસ છોડવા માંગતા હોય અથવા કોલેજ ટ્રાન્સફર કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટસ પરત આપવામાં આવતા ન હતા. આ અંગે ફરિયાદ મળતા શુક્રવારે એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ મહાવીર યુનિવર્સિટી પહોંચી જઇ હોબાળો મચાવ્યો હતો. અને ડોક્યુમેન્ટસ પરત નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે, એબીવીપીનું ઉગ્ર સ્વરૂપ જોતા યુનિવર્સિટી ઝુકી હતી અને વિદ્યાર્થીને તાત્કાલિક તમામ ડોક્યુમેન્ટસ પરત આપી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.