સેનેટ ચૂંટણી:ABVP દ્વારા ઢોલ નગારા સાથે ઉમેદવારી નોંધાવાઈ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શક્તિ પ્રદર્શનમાં બિલ્ડરો અને મોટા માથાઓ દેખાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આગામી ૧૪મી ઓગસ્ટના રોજ યોજાનારી સેનેટની ચૂંટણી માટે બુધવારે એબીવીપીના ઉમેદવારોએ ઢોલ નગારા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. શૈક્ષણિક સંઘે પણ અધ્યાપક કેટેગરીમાં ઉમેદવારી નોંધાવતા હાલ સુધીમાં 41 ઉમેદવારી નોંધાય છે.

સેનેટની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોલેજ વર્તુળમાં રાજકારણ ગરમાયું છે. બુધવારે એબીવીપીના ૧૧ ઉમેદવારોએ ઉમેદાવારી નોંધાવી હતી. સવારે યુનિવર્સિટી કેમ્પસમાં ઢોલ નગારા સાથે ઉમેદવારોના સમર્થનમાં માટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. બાદમાં યુનિવર્સિટી પરિસરમાં સુત્રોચાર કરીને રેલી કાઢી ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉમેદવારોના સમર્થનમાં કેટલાક બિલ્ડર અને મોટા માથા કેમ્પસમાં દેખાયા હતા. જ્યારે પહેલીવાર કેટલાક ઉમેદવારો મોંધી કારોમાં આવ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા એબીવીપીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે શૈક્ષણિક સંઘના 12 ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે બુધવારે કુલ ૩૩ ઉમેદવારી નોંધાય હતી. અત્યાર સુધીમાં કુલ ૪૧ ફોર્મ ભરાયા છે. મોનીલ ઠાકરે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી.

NSUIએ પણ તેના છ ઉમેદવાર જાહેર કર્યા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાનારી સેનેટની ચૂંટણીમાં NSUIએ 6 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. આગામી 14મી ઓગસ્ટના રોજ યોજાનારી વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના કારણે યુનિવર્સિટીમાં રાજકારણ ગરમાયું છે. એનએસયુઆઇએ પણ પોતાના છ ઉમેદવારો જાહેર કર્યા છે. આર્ટસ ફેકલ્ટીમાં અંકુર વસાવા, સાયન્સ ફેકલ્ટીમાં સિદ્ધાર્થ કંથારીયા, લો ફેક્લટીમાં ડો.ભાવેશ રબારી, કોમર્સમાં હિતેશ સોસા, એજ્યુકેશનમાં જલ્પા ભરૂચી અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં સુનિલ મહેતા છે.

અન્ય સમાચારો પણ છે...