સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલ MTB કોલેજના આચાર્યની ઓફિસમાં જ કચરો ઠાલવીને એબીવીપી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆત છતાં પણ શાળાના આચાર્ય દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.
આચાર્યની ખુરશી ઉપર જઈને કચરો ઠાલવી દેવાયો
એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા એમટીબી કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારત માતા કી જયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ કચરો એકત્રિત કરીને આચાર્યની ઓફિસમાં પ્રવેશી ગયા હતા અને આચાર્યની કેબિનમાં તો ઠીક પરંતુ તેમની ખુરશી અને ટેબલ ઉપર કચરો ફેંકી દીધો હતો. કોલેજના આચાર્યની ઓફિસમાં જ નારાબાજી પણ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ કોલેજના આચાર્યને હવે પછી કચરો ડમ્પ ન કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી દીધી છે.
વિદ્યાર્થી સંગઠન અને અલ્ટીમેટમ આપ્યું
AVBPના શહેર મંત્રી મનોજ જૈનને જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી MTB કોલેજ પ્રસાશન NSS અને NCCની ઓફિસ પાસે જ કચરો ડમ્પ કરતું હતું. કચરાની અસહ્ય દુર્ગંધનાં કારણે વિદ્યાર્થીઓ પરેશાન હતા. વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં લેતા ABVP એ મહિનાથી કચરો દૂર કરવા રજૂઆત કરતું હતું.પરંતુ ABVP ની માંગને હલકામાં લેતા કચરો દૂર ન થતા આજે ABVP નાં કાર્યકર્તાઓએ ભ્રષ્ટ આચાર્યની ઓફિસમાં કચરો ઠાલવી આશ્ચર્યજનક પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે . પેપર લીક કૌભાંડનાં દોષિત આચાર્યને પદથી દૂર કરવાનો આદેશ યુનિવર્સીટીનાં કુલપતિ આપ્યો હોવા છતાં હજી સુધી સાર્વજનિક સંસ્થાએ આચાર્યને પદથી દૂર નથી કર્યા. પેપર લીક કૌભાંડનાં દોષી આચાર્યને પદથી દૂર ન કરવાની સાર્વજનિક સંસ્થાની શું મજબુરી છે. તે અમે સમજી શકતા નથી. જો સાર્વજનિક સંસ્થા કોભાંડનાં દોષી આચાર્યને પદથી દૂર નહિ કરે તો પ્રસાશનનાં અધિકારીઓ ABVPનું ઉગ્ર સ્વરૂપ જોવા તૈયાર રહે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.