સહયોગ:સુરતથી વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 3500 જેટલી રાશન કિટ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે રવાના કરી

સુરત8 મહિનો પહેલા
સૌરાષ્ટ્રમાં સેવા સંસ્થાઓ અને સામાજિક સંગઠનની સાથે રાજકીય પક્ષો પણ હવે રાહત કામગીરીમાં જોડાયા
  • ગીરગઢડામાં 1500 અમરેલીમાં 1000 અને ભાવનગરમાં 1000 કીટ મોકલવાનું આયોજન

તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તારાજી સર્જતાં અનેક પરિવારોને મોટું નુકસાન થયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા 3500 જેટલી કિટ તૈયાર કરવામાં આવી હતી. ભાજપ કાર્યાલય ખાતેથી અનાજની કિટ મોકલવામાં આવી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં જરૂરિયાત મંદ પરિવારોને મદદ પહોંચાડાશે. જેમાં ગીરગઢડામાં 1500, અમરેલીમાં 1000 અને ભાવનગરમાં 1000 કિટ મોકલવાનું આયોજન કરાયું છે.કિટ ભરેલા ટ્રકને લીલી ઝંડી આપી સી.આર.પાટીલે રવાના કર્યો હતો.

રાહત સામગ્રીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે રવાના કરી હતી.
રાહત સામગ્રીને સુરતથી સૌરાષ્ટ્ર તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે રવાના કરી હતી.

રાશનની કિટ મોકલવામાં આવી
સૌરાષ્ટ્રમાં સેવા સંસ્થાઓ અને સામાજિક સંગઠનની સાથે રાજકીય પક્ષો પણ હવે રાહત કામગીરીમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં તેમણે જણાવ્યું કે આ રાહત કિટમાં ઘઉં ચોખા ખાંડ સહિત 20 થી 25 દિવસ ચાલી શકે એ પ્રકારની કિટ તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં જે વિસ્તારોમાં જે જરૂરિયાત જણાશે તે પ્રકારની સામગ્રીઓ મોકલવામાં આવશે.

ભાજપના અગ્રણીઓ રાહત સામગ્રીને મોકલવાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
ભાજપના અગ્રણીઓ રાહત સામગ્રીને મોકલવાના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

સંગઠનો આગળ આવ્યા
સૌરાષ્ટ્ર તરફ વાવાઝોડાએ કરેલા નુકસાનને પગલે વહીવટીતંત્ર પૂરજોશમાં વ્યવસ્થા કરવામાં આવ્યું છે. પરંતુ કુદરતના પ્રકોપ સામે જાણે માનવી લાચાર હોય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. વિવિધ સામાજિક સંગઠનો દ્વારા લોકોને પહોંચાડી શકાય તેવી તમામ કામગીરી કરવામાં આવી રહી છે.