મહિલાઓ દરેક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસિલ કરી સફળતાના શિખરો સર કરી રહી છે. પરંતુ ઘણીવાર રૂઢીગત માન્યતાઓ અન જૂનવાણી વિચારસરણી મહિલાની મુસીબતનું કારણ પણ બનતા હોય છે. આવા સમયમાં મુસીબતમાં પડેલી મહિલાઓ માટે કોઈ પણ ઘરેલુ હિસા કે દુવ્યવહાર જેવી ઘટનાઓના સમયે તાત્કાલિક બચાવ મેળવી શકે તેવા આશયથી રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે તા.8 માર્ચ 2015ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “181 અભયમ મહિલા હેલ્પલાઈન” શરૂ કરવામાં આવી હતી.
કાઉન્સેલિંગ કરાય છે
આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 181 અભયમ મહિલા હેલ્પલાઈનના ગુજરાતમાં સફળતાના 8 વર્ષ પૂર્ણ થયા છે. માત્ર 8 વર્ષનાં ટૂંકા સમય ગાળામાં જ 1176102થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર કાઉન્સેલર સાથેની અભયમ રેસ્ક્યુ વાન જઈને 237901 જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. 149335 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 71872 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસ્ક્યુ વાન દ્વારા રેસ્ક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવી છે.
માર્ગદર્શ અપાય છે
સુરત જિલ્લાની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષમાં 89569 મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુ વાન સાથે કાઉન્સિલર જઈ ને 18684 જેટલા મહિલાને મદદ પુરી પાડવામાં આવી છે. આમ સુરત જિલ્લાની કોઈ પણ મહિલાઓ મહિલા સાથે થતી હિંસા, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, વ્યવસાયને લગતા પ્રશ્નોની માહિતી 181 હેલ્પલાઈન મારફતે મેળવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.