તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમ મહિલા હેલ્પલાઈન:પ્રેમીને મળવા જતી સગીરાને અભયમે સુરતમાં બચાવી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૈદરાબાદની કિશોરી વડોદરા જઈ રહી હતી
  • સોશિયલ મીડિયા પર મિત્રતા થઇ હતી

સોશિયલ મિડીયા પર પ્રેમમાં પડ્યા બાદ પરિવારને તરછોડીને નીકળી પડેલી હૈદરાબાદની 14 વર્ષીય કિશોરીને વડોદરાના પ્રેમીએ દગો આપતા તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. સુરતમાં કિશોરીને રડતી જોઈ કોઈક વ્યક્તિએ અભયમ હેલ્પલાઈનની મદદથી સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચાડી હતી. જ્યાં કાઉન્સેલીંગ બાદ આ કિશોરી કોઈ ખોટું પગલું ભરે તે પહેલાં તેને પરિવારને સોંપવામાં આવી હતી.

અભયમના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હૈદરાબાદ રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી 14 વર્ષિય કિશોરી સોશિયલ મિડીયા પર વડોદરાના યુવાનના સંપર્કમાં આવ્યા બાદ પ્રેમમાં પડી ગઈ હતી. કિશોરી પ્રેમીના ભરોસે ઘર છોડી નીકળી પડી હતી. માતાએ ગેસની બોટલ ખરીદવા મુકેલા 2500 રૂપિયા લઈ તે ટ્રેનથી વડોદરા જવા નીકળી હતી. જોકે સુરત પહોંચે તે પહેલા જ પ્રેમીએ તેને જ્યાં જવું હોય ત્યાં જા કહી પોતાનો ફોન બંધ કરી દીધો હતો.

સુરત પહોંચ્યા બાદ કિશોરી રડી રહી હતી. જેથી રડતી કિશોરીને જોઈ કોઈક વ્યક્તિએ અભયમનો સંપર્ક સાધ્યો હતો. અભયમ હેલ્પલાઈન દ્વારા કિશોરીને સિવિલના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી. જ્યાં કિશોરીનું કાઉન્સેલીંગ કરી તેના પરિવારનો સંપર્ક કરાયો હતો.બાદમાં કિશોરીને પરિવારને સોંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...