તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:AAPના ધો. 8 પાસ વિપક્ષી નેતા સામે પાસની નારાજગી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં આપના પ્રદેશ પ્રમુખ સામે ટીકા
  • ઉપનેતા તબીબ, દંડક વકીલ હોવાથી નેતા સામે વિરોધ

પાલિકામાં વિપક્ષમાં બેસેલી આપ પાર્ટીની શરૂઆત જ વિવાદથી થઇ છે. વિપક્ષી નેતા તરીકે ધર્મેશ ભંડેરીની નિમણૂક થતાં સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઇ રહી છે. આપ પાર્ટીએ ઉપનેતા તરીકે ડો.કિશોર રૂપારેલિયા અને દંડક તરીકે ભાવના સોલંકીની નિમણૂક કરી છે. જેમાં દંડક એડવોકેટ, ઉપનેતા ડોક્ટર અને વિપક્ષી નેતા ધો.8 પાસ જ હોઇ આપ પાર્ટીએ વિરોધપક્ષના નેતા માટેના માપદંડ જાહેર કરવા જોઇએ એવી ટિપ્પણીઓ થઇ રહી છે. આ ટિપ્પણી પાસના અલ્પેશ કથિરિયાએ કરી છે.

સોશિયલ મીડિયામાં તો સુરતમાં આપનો આધારસ્તંત્ર ઉભો કરનાર રામ ધડુક, કિશોરભાઇ કાર્યકર્તાઓને સાઇડલાઇન કરી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પોતાની સસ્તી લોકપ્રિયતા મેળવી અને દિલ્હી દરબારમાં હાજરી લગાવી પોતે પોતાની વાહવાહી કરાવી રહ્યો છે એવી ટીકાઓ થઇ રહી છે. કામના માણસ, પ્રજાના માણસને અનુભવી માણસને યોગ્ય સ્થાન નહીં શા માટે માટે? પ્રજાએ જવાબ માંગવનાની જરૂર છે. રાજનીતિના બદલવાની વાત ચારેકોર થયા કરે છે બધે જ સારા નહીં મારાની નીતિ કેમ? લાયકાત, અનુભવને કોઇ સ્થાન જ નહીં, શિક્ષિત પાર્ટીના અશિક્ષિત નેતા છે અને માત્ર 8 પાસ જ છે. જાહેર જનતાના વિરોધને જોતા સુરત વિરોધપક્ષના નવા નિમાયેલા નેતા ફરીથી સ્કૂલ જવાનું ચાલુ કરશે એ‌વી ટિપ્પણીઓ પણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...