પોલિટિકલ:વિસર્જન યાત્રામાં AAPનો ચૂંટણીના વાયદાનો પ્રચાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરો જુદી જુદી વેશભૂષામાં નજરે પડ્યા

AAP દ્વારા ગણેશ વિસર્જન પર વિધાનસભામાં આપવામાં આવેલા વાયદાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો.કાર્યકરો અલગ અલગ વેશભૂષામાં AAPની ગેરંટીનો પ્રચાર કરતા દેખાયા હતા.‘આપ’એ સીમાડા નાકા ગણેશ મંડપથી ભવ્ય તિરંગા પદયાત્રા સાથે ભગવાન ગણેશની વિસર્જન યાત્રાનું આયોજન કર્યું હતું.

‘આપના રાજા’ વિસર્જન યાત્રામાં ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, મહામંત્રી મનોજ સોરઠીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.‘આપના રાજા’ વિસર્જન યાત્રા સીમાડા નાકા ખાતેથી શરૂ થઈને સાવલિયા સર્કલ ખાતે પૂર્ણ થઇ હતી.અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલી અલગ અલગ ગેરંટીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવેલ ગેરંટીને પ્રદર્શિત કરતા અલગ અલગ છ વાહનો પર કાર્યકર્તાઓ વિભિન્ન વેશભૂષામાં હજાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...