સુરત સત્તાનો સંગ્રામ LIVE:પ્રચાર ચરમસીમાએ આપના કેજરીવાલનો સુરતમાં રોડ શો, ભાજપના મીડિયા સેન્ટરનું ઉદઘાટન

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભગવત માન અને કેજરીવાલ સુરતના અલગ અલગ વિસ્તારમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરશે. - Divya Bhaskar
ભગવત માન અને કેજરીવાલ સુરતના અલગ અલગ વિસ્તારમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરશે.
  • વરાછામાં ભારે મેદની વચ્ચે યોજેલા રોડ શોમાં કેજરીવાલની અપીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે મતદારોને રિઝવવા માટે દરેક રાજકીય પક્ષો કમર તોડ મહેનત કરી રહ્યા છે. ભાજપ દ્વારા મીડિયા સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અલગ અલગ વિસ્તારમાં રેલી યોજીને સભાને સંબોધન કરશે.

આપના નેતા સટ્ટાસટી બોલાવશે
વિધાનસભાના ચૂંટણી જંગમાં આજે મંગળવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેરસભા કરશે. વરાછા રચના સર્કલ ખાતેથી સાંજે 5 કલાકે કેજરીવાલ રોડ શોમાં ભાગ લેશે અને સાંજે 7 વાગે સિંગણપોર ક્રોસ રોડ પર જાહેરસભાને સંબોધન કરશે. આમ આદમી પાર્ટીએ હજુ સુધી રોડ શોનો રૂટ જાહેર કર્યો નથી. પાટીદાર પ્રભુત્વ ધરાવતી વરાછા, કતારગામ, કરંજ, કામરેજ, ઉત્તર વિધાનસભા વિસ્તારને રોડ-શોમાં આવરી લેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે. આવતીકાલે કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉધના વિધાનસભા વિસ્તારમાં સાંજે 5 કલાકે રોડ શો કરશે.

અહેમદપટેલના દીકરી આવ્યા
પૂર્વ વિધાનસભા ના ઉમેદવાર ના પ્રચાર અર્થે વોર્ડ નંબર-12 નાણાવટ-સૈયદપૂરા-કુબેરનગર-મહિધરપુરા માં ચૂંટણી કાર્યાલય ના ઉદ્દઘાટન અર્થે કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા સ્વ.અહેમદ પટેલ ના પુત્રી મુમતાઝ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમના હસ્તે સોમવારે રાત્રે વરિયાવી બજાર પોલીસ ચોકી પાસે એદરુસ હાઉસ ખાતે કાર્યાલયનું ઉદ્ઘઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં, મુંબઇ ના પુર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી, પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ શહેર પ્રભારી યુનુસ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ હસમુખ દેસાઇ કાર્યકારી પ્રમુખ ભુપેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.

રાહુલ ગાંધીને એરપોર્ટ પર મળ્યાં
પીએમ મોદી ના ગત તારીખ 29 સપ્ટેમ્બરે લિંબાયતમાં રોડ શો બાદ યોજાયેલી મહાસભા દરમિયાન કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓ આશિષ રાય, સંતોષ શુક્લા, કિશોરસિંહ અને ગુલાબ યાદવે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ચારેય પર પોલીસે છેડતી અંગે ની ફરિયાદ નોંધી હતી. એટલું જ નહીં રાતો રાત પાસા કરી રાજ્ય ની જુદી જુદી જેલમાં મોકલી આપ્યાં હતાં. 38 દિવસ જેલમાં રહ્યાં બાદ તમામ નિર્દોષ જાહેર થયાં હતાં જેલ માંથી તો છૂટ્યાં હતાં પરંતુ જીવનમાં ઘણું સહન કરવાનું આવ્યું છે.! તેઓ ને રાહુલ ગાંધીએ મળી ને આશ્વાસન પણ આપ્યું હતું.

ચૂંટણી અધિકારી હાજર રહ્યાં
ગુજરાત વિધાનસબાની પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બરથી યોજાશે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવા માટે કેન્દ્રિય ચૂંટણીપંચના ડેપ્યુટી કમિશનર દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ચૂંટણીપંચના નવી દિલ્હી સ્થિતિ ડેપ્યુટી ઈલેકશન કમિશનર હિરદેશકુમારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, વ્યારા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી તથા પોલીસ અધિક્ષક સાથે યોજવામાં આવી હતી. બેઠક અંતર્ગત ડેપ્યુટી ઈલેકશન કમિશનરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દક્ષિણ ગુજરાતની ૨૮ વિધાનસભા બેઠકમાં સંવેદનશીલ, અતિસંવેદનશીલ સહિત મતદાનને સંલગ્ન ઈવીઍમની કર્મચારીઓને ટ્રેનિંગ વગેરે મુદ્દે છણાવટ કરવામાં આવી હતી. ૧લી ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં સુરત, વ્યારા, તાપી, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે. જે અંતર્ગત ચૂંટણીપંચના ડેપ્યુટી કમિશનર હિરદેશકુમારે ખાસ કરીને સુરત શહેર અને જિલ્લાની ૧૬ બેઠકો બાબતે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક સાથે ચર્ચા વિચારણા કરીને ચૂંટણીલક્ષી સુચનો કર્યા હતા.

પીઆઈ સામે ફરીયાદ
લિંબાયત નિલગીરી સપના પાન સેન્ટર પાસે રવિવારે આપના સભા સ્થળ નજીક પહોંચી ભાજપના કાર્યકરોએ ડીજી વગાડતા આપ અને ભાજપના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને સુત્રોચ્ચાર શરૂ થયો હતો. આ સુત્રોચ્ચાર દરમિયાન લિંબાયત પીઆઈએ પક્ષપાત કરી આપની સભા અટકાવી હોવાના આક્ષેપ સાથે આપના ઉમેદવાર દ્વારા ઓબ્ઝર્વરને પીઆઈ વિરૂદ્ધ ફરીયાદ કરવામાં આવી છે.

IB રિપોર્ટ મુજબ ગુજરાતમાં ‘આપ’ આવે છે: કેજરીવાલ
મોડીરાત્રે કેજરીવાલે કતારગામમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આઈબીનો રિપોર્ટ છે કે આ વખતે ગુજરાતમાં ભાજપ જાય છે, આપ આવે છે. સુરતમાં તમામ 12 બેઠક પર આપ જીતે છે. કતારગામનાં ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ગુજરાતમાં સૌથી વધુ માર્જીનથી જીતે છે. કોંગ્રેસ તો મેદાનમાં જ નથી. ઉમેદવારો મેદાન છોડીને ભાગી ગયા છે. રાહુલ ગાંધી પણ કાલે હતા હવે પાછા નહીં આવે.

પંજાબના CM ભગવંત માનનો ઉધનામાં રોડ શો
કેજરીવાલ સાથે પંજાબના સીએમ ભગવત માન પણ સુરતમાં હતા. તેમણે ઉધનામાં રોડ શો યોજી ભાજપ પર આકરા પ્રહાર તથા દિલ્હી મોડલના વખાણ કર્યા હતા. ગુજરાતની જનતા પણ દિલ્હીની જેમ આપની સરકાર બનાવશે. ગુજરાતન લોકો ભાજપના 27 વર્ષના શાસનથી કંટાળી ગયા છે. હવે સમય આવી ગયો છે કે, ગુજરાતમાં પણ ભાજપની સરકાર હટે અને આમ જનતાની સરકાર બને.

અન્ય સમાચારો પણ છે...