• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • AAP's Dummy Candidate From Surat East Seat Also Withdrew The Form And Said, 'There Is No Way To Contest Independent Elections Due To Not Getting The Broom Symbol'.

નવો વળાંક કે કોંગ્રેસને સપોર્ટ?:સુરતની પૂર્વ બેઠકના આપના ડમી ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી કહ્યું 'ઝાડુનો સિમ્બોલ ન મળવાથી અપક્ષ ચૂંટણી લડવી નથી'

સુરત3 મહિનો પહેલા
સુરત પૂર્વ બેઠકના આપના ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા અચાનક ગાયબ થઈ ગયા બાદ ફોર્મ પરત ખેંચી લેતા જબરજસ્ત ડ્રામા સર્જાયો હતો. જોકે આ બેઠક પર આમ આદમી પાર્ટીનો હજુ પણ ખેલ ચાલી રહ્યો છે. પરંતુ હવે આ ખેલ તેના માટે નહીં પણ પડદા પાછળ ભાજપને જવાબ આપવામાં આવતા હોય તેમ કોંગ્રેસને બળ મળી રહે તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે. આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર સલીમ મુલતાણીએ ફોર્મ પરત ખેંચી લેતા આ વિસ્તારના માઇનોરિટી સમાજના મત વિભાજિત ન થાય અને તેનો સીધો લાભ કોંગ્રેસને મળી રહે તે માટે આ ફોર્મ પરત ખેંચાયું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે સલીમ મુલતાનીએ તો જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટીના પક્ષનો જાડુનો સિમ્બોલ ન મળવાથી અપક્ષ તરીકે ચૂંટણી ન લડવા પાર્ટીના નેતૃત્વએ ના પાડી છે.જોકે આ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે આપ પાસે પોતાનો ભાજપ સમે બદલો લેવા સમર્થન જાહેરમાં માંગ્યું હતું.

આપના ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
સુરત પૂર્વ બેઠક પર એક પછી એક નવા ડ્રામેટિકલ સીન હજુ પણ સામે આવી રહ્યા છે.આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ જે રીતે ગાયબ થઈ ગયા બાદ અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું.જેને લઇ આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર સુરત પૂર્વમાંથી ચૂંટણી લડવાના હકદાર બને છે.સુરત પૂર્વના આપના ડમી ઉમેદવાર તરીકે સલીમ મુલતાની એ ફોર્મ ભર્યું હતું.જોકે ગતરોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે આ બેઠક પરથી આપના ડમી ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે.આપના નવી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા વધુ એક પોલિટિકલ ગેમ સુરત પૂર્વ બેઠક પર સામે આવી છે.

રાજકીય પક્ષનો સિમ્બોલ ન મળતા ફોર્મ પરત ખેંચ્યું
આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ડમી ઉમેદવાર સલીમ મુલતાની એ જણાવ્યું હતું કે અમારા પક્ષના મુખ્ય ઉમેદવાર કંચન જરીવાલા દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે.જેને લઇ આ પક્ષમાંથી ડમી ઉમેદવાર તરીકે જેને ફોર્મ ભર્યું હોય તેને સ્થાન મળે.પરંતુ નિયમ એવો છે કે જો કોઈ કારણોસર મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવારને જે તે રાજકીય પક્ષનું મેન્ડેડ અને પક્ષનું સિમ્બોલ સાથે આપોઆપ રજીસ્ટર થઈ જાય છે.પરંતુ જો મુખ્ય ઉમેદવાર સ્વૈચ્છિક રીતે પોતાનું ફોર્મ પરત ખેંચે છે તો તેની સાથે ઉભેલો ડમી ઉમેદવાર પણ પાર્ટીમાંથી ફોર્મ પરત ખેંચાયેલું માનવામાં આવે છે જેથી તેના માટે પાર્ટીનું મેન્ડેટ માન્ય ગણાતું નથી અને રાજકીય પક્ષનો સિમ્બોલ પણ તેને મળતો નથી.જેને લઇ મારુ ફોર્મ માન્ય તો રખાયું છે પરંતુ મને આમ આદમી પાર્ટીનું જાડુ નું ચિન્હ મળી શકશે નહીં.અને મારે અપક્ષની ચૂંટણી લડવી પડશે.જેથી મારા પક્ષના શિસ્ત નેતૃત્વ દ્વારા અપક્ષ માંથી ચૂંટણી ન લડવા માટે જણાવવામાં આવ્યું હતું.જેને લઇ પક્ષના નિર્ણયને માન્ય રાખી મે આ બેઠક પરથી અપક્ષ તરીકે પણ મારું ફોર્મ પરત ખેંચી લીધું છે.

ડમી ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચાતા નવો રાજકીય વળાંક
સુરત પૂર્વ બેઠક એક પછી એક નવા વળાંક લાવી રહી છે.આપના ઉમેદવાર કંચન જરીવાલા દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા બાદ બીજા દિવસે આમ આદમી પાર્ટી એ તેના ડમી ઉમેદવારને પણ ફોર્મ પર જ ખેંચાવી લીધું છે.ત્યારે સુરત પૂર્વ બેઠક પરનો આ એક નવો રાજકીય વળાંક માનવામાં આવી રહ્યો છે.સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસને લાભ કરાવવા માટે આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાની પાસે ફોર્મ પરત ખેંચાવી લેવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.સલીમ મુલતાની ફોર્મ પરત ખેંચી લેવાતા તેનો સીધો લાભ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાળા ને થઈ શકે છે.જો આમ આદમી પાર્ટીનો ડમી ઉમેદવાર સલીમ મુલતાની આ બેઠક પરથી અપક્ષ તરીકે લડે તો માઈનોરીટી સમાજના મત તે કાપી શકે છે જેને લઇ તેનું સીધું નુકસાન કોંગ્રેસના ઉમેદવારને થઈ શકે છે અને તેનો સીધો લાભ ભાજપને મળી શકે છે.ત્યારે કંચન જરીવાલાએ જે રીતે ફોર્મ પરત ખેંચ્યું છે તેની પાછળ આમ આદમી પાર્ટી દ્વારા આ ભાજપનું કારસ્તાન કહી રહી છે.જેને લઇ ભાજપ સામે બદલો લેવા આમ આદમી પાર્ટી એ આપના ડમી ઉમેદવારનું ફોર્મ પરત ખેંચી લીધું હોવાનું મનાઈ રહ્યું છે.

કંચન જરીવાલાને લઈ આખો ડ્રામા સર્જાયો છે.
કંચન જરીવાલાને લઈ આખો ડ્રામા સર્જાયો છે.

સુરત પૂર્વ બેઠક પર આપનું કોંગ્રેસને પડદા પાછળનું સમર્થન ?
જે રીતે સુરત પૂર્વ બેઠક પર આપ ઉમેદવાર કંચન જરીવાલાને લઈ આખો ડ્રામા સર્જાયો અને કંચન જરીવાલાએ આપમાંથી ફોર્મ પરત ખેંચી લીધું તેની પાછળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપનો ખેલ માની રહી છે.આ આખું ઓપરેશન પાર પાડવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવી રહી છે.ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે બનેલી ઘટનાનો બદલો લેવા સુરત પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાળાએ સોશિયલ મીડિયા મારફતથી આમ આદમી પાર્ટી પાસે જાહેરમાં પોતાને સમર્થન કરવા માટેની રજુઆત કરી હતી.અસલમ સાયકલ વાળાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી એ આ ઘટના સામે ઈંટનો જવાબ પથ્થરથી આપવો હોય તો ખુલીને મને સમર્થન કરે.ત્યારે હવે આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાની દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાતા આમ આદમી પાર્ટી દ્વારા સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસને પડદા પાછળનું સમર્થન કરવામાં આવતું હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

લઘુમતીઓની વસતી વધુ આ વિસ્તારમાં છે.
લઘુમતીઓની વસતી વધુ આ વિસ્તારમાં છે.

ડમી ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાની આપની ગેમ ?
આપના ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેવાતા આ બેઠક પર કોંગ્રેસને થતું નુકસાન બચી શકે છે.સુરત પૂર્વ બેઠક પર ૭૦ હજારની આસપાસ મુસ્લિમ અને દલિત સમાજના મતદારો છે.કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાળાને આમાંથી મોટા પ્રમાણમા જાતિગત સમીકરણ પ્રમાણે મતો મળી શકે છે.હવે જો સલીમ મુલતાની અપક્ષ તરીકે ચૂંટણી લડે તો આ બેઠકના માન્યોરીટીના મત તે પોતાને ફાળે લઈ જઈ શકે છે.સલીમ મુલતાણી ને ભલે આમ આદમી પાર્ટીના સિમ્બોલનું ચિન્હ ન મળે પરંતુ આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે તે જાણીતા છે. જેને લઇ તેને ઘણા પ્રમાણમાં મુસ્લિમ અને દલિત મતો મળી શકે છે.જેનાથી સીધી રીતે કોંગ્રેસને નુકસાન પહોંચી શકે છે .જ્યારે સીધો જ ભાજપને ફાયદો થઈ શકે છે.ત્યારે ભાજપને ફાયદો ન થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ડમી ઉમેદવારનું ફોર્મ પરત ખેંચી લેવાયું હોવાની ગેમ રમવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.જેને લઇ હવે આ બેઠક પર ભાજપ V/S કોંગ્રેસનો જંગ જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જો આ ગેમ રમાઈ હોય તો આનાથી ભાજપને કેટલું નુકસાન પહોંચાડી શકાયું છે અને કોંગ્રેસને કેટલો લાભ નિવડ્યો છે તે તો આઠ ડિસેમ્બરે જ માલુમ પડી શકશે.

અન્ય સમાચારો પણ છે...