• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Aap's Dummy Candidate Also Pulled The Form In The Previous Seat, 12 Muslims Out Of 14 Left, 44 Highest In Limbayat And 4 Moortias The Lowest In Labour.

ચૂંટણી જંગ:પૂર્વ બેઠક પર આપના ડમી ઉમેદવારે પણ ફોર્મ ખેંચી લીધું, બચેલા 14માંથી 12 મુસ્લિમ, લિંબાયતમાં સૌથી વધુ 44 અને મજૂરામાં સૌથી ઓછા 4 જ મૂરતિયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરની 12, જિલ્લાની 4 બેઠક પર ચિત્ર સ્પષ્ટ
  • લિંબાયત બેઠક પર અધધ 44માંથી 31 મુસ્લિમ ઉમેદવારને કારણે મતો વહેંચાઈ શકે
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં 175 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો

વિધાનસભાની ચૂંટણીમાં ગુરુવારે વધુ 29 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતાં હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 અને મજુરામાં સૌથી ઓછા 4 ઉમેદવારો છે. શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.

મુસ્લિમ ઉમેદવારોમાં પણ મુખ્યત્વે મરાઠી, દક્ષિણ ભારત, બંગાળના મુસ્લિમો છે. બીજીતરફ ચર્ચાસ્પદ રહેલી સુરત પૂર્વની બેઠક પર આપના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ ફોર્મ ખેંચી લેતાં હવે 14 ઉમેદવારો રહ્યા છે, જેમાંથી 12 મુસ્લિમ છે. અહીં 93 હજાર મુસ્લિમ મતદારો, ખ્રિસ્તિ-પારસી 22 હજાર, 35 હજાર રાણા, 12 હજાર જૈન, 10 હજાર ખત્રી, 12 હજાર એસસી, 8 હજાર માછી-ખારવા મતદારો છે.

આજે ફોર્મ પરત ખેંચાયા

બેઠકફોર્મ ખેંચાયાઉમેદવારો

ઓલપાડ

215

માંગરોળ

25
માંડવી17
કામરેજ28

સુરત પૂર્વ

614

સુરત ઉત્તર

29

વરાછારોડ

15
કરંજ28

લિંબાયત

444
ઉધના210
મજુરા14

કતારગામ

18

સુરત પશ્ચિમ

110

ચોર્યાસી

113

બારડોલી

15
મહુવા03
કુલ29168

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...