પોલિટિકલ:ટિકીટ મુદ્દે AAPના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સસ્પેન્ડ કરાયેલા વિરોધ કરી રહ્યા છે: જાદવાણી

કતારગામ બેઠક પર આપના પૂર્વ ઉપપ્રમુખ રાજુ દિયોરાએ કેટલાંક કાર્યકર્તાઓ સાથે પક્ષમાં થતો અન્યાય અને ટિકીટો અને હોદ્દાઓ વહેંચણીમાં ગુજરાત લેવલે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ કાર્યકરો રવિવારે કતારગામ ખાતે વિરોધ પ્રદર્શન યોજશે તેમ જણાવ્યું હતું. જ્યારે આપ ના સિનિયર નેતાએ કહ્યું હતું કે, આ વિરોધ ભાજપ પ્રેરિત છે.

આપના કાર્યકર રાજુ દિયોદરાએ જણાવ્યું હતું કે,ટિકીટ વહેંચણીમાં અને હોદ્દામાં રાજ્યમાં આપના 90 ટકા કાર્યકરો સાથે અન્યાય થયો છે. ભાજપ-કોંગ્રેસ માંથી આવનારા અથવા પૈસા આપનાર ઉમેદવાર ને ટિકીટ આપવામાં આવી છે. જુના કાર્યકર્તાઓને સાઇડ ટ્રેક કરી ને નવા લોકોને ટિકીટ આપી દેવાઇ છે તેથી રવિવારે 20મી એ વિરોધ પ્રદર્શન યોજાશે.

આ અંગે આપના સિનિયર નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે 4 મહિના પહેલાં હોદ્દા ડિઝોલ્વ થયાં ત્યારથી રાજુ દિયોરા ઉપપ્રમુખ પદે રહ્યાં નથી રહ્યાં, અને પાર્ટીમાં જોડાયા ને છ મહિના જ થયાં છે. ને ભરત પટોળીયા ને તો 1 વર્ષ પહેલાં પક્ષ વિરોધી કાર્ય ને લીધે સસ્પેન્ડ કરી દેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...