• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • AAP Workers Who Went To Delhi From Gujarat Were Shown The Delhi Model Of Development, Kejriwal Said, Big Agitation For System Change Will Start

દિલ્હી દર્શન:ગુજરાતથી  દિલ્હી  ગયેલા AAPના કાર્યકરોને વિકાસનું દિલ્હી મોડલ બતાવાયું, કેજરીવાલે કહ્યું,-વ્યવસ્થા પરિવર્તન માટે મોટાં આંદોલનો શરૂ થશે

સુરત19 દિવસ પહેલા
ગુજરાતમાંથી 1410 જેટલા કાર્યકર્તાઓને દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા છે
  • કાર્યકરોએ દિલ્હીના મહોલ્લા ક્લિનિકથી લઈને સ્કૂલ સહિતની સુવિધાઓ જોઈ

ગુજરાત વિધાનસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ પોતાની સ્થિતિ મજબુત કરવા માટે સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાંથી 1410 જેટલા કાર્યકર્તાઓને દિલ્હી ખાતે મોકલવામાં આવ્યા છે. તમામ વિધાનસભાઓમાં ફેરવીને દિલ્હીમાં જે રીતે સર્વાંગી વિકાસ થયો છે તે બતાવવામાં આવ્યો છે. દિલ્હી મોડલને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના ઘરે-ઘરે પહોંચાડવા માટે રણનીતિ તૈયાર કરાઈ છે.

દિલ્હી મોડલને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના ઘરે-ઘરે પહોંચાડવા માટે રણનીતિ તૈયાર કરાઈ છે
દિલ્હી મોડલને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના ઘરે-ઘરે પહોંચાડવા માટે રણનીતિ તૈયાર કરાઈ છે

ગુજરાત સુધી વિકાસની વાત પહોંચાડો
તાલકટોરા સ્ટેડિયમ ખાતે અરવિંદ કેજરીવાલે દિલ્હીની મુલાકાતે આવેલા આપના તમામ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે તમામ લોકોના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં આગામી દિવસોમાં મોટાપાયે આંદોલનનો વ્યવસ્થા પરિવર્તન માટે શરૂ કરવામાં આવશે. પાંચ વર્ષમાં જ દિલ્હીનો વિકાસ થઇ શકતો હોય તો 25 વર્ષમાં ગુજરાતનો વિકાસ કેમ થયો નથી. ગુજરાતના શાસકો નિયત સાફ ન હોવાને કારણે ગુજરાતનો વિકાસ થઇ શકયો નથી. જેટલા પણ લોકો આજે દિલ્હીમાં જે જોયું છે. તે સત્ય ગુજરાતના લોકો સુધી પહોંચાડો. દ્રઢતા અને આત્મવિશ્વાસ સાથે દિલ્હી મોડેલને ગુજરાતની અંદર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરો અને લોકો સુધી પહોંચાડો.

તમામ વિધાનસભાઓમાં ફેરવીને દિલ્હીમાં જે રીતે સર્વાંગી વિકાસ થયો છે તે બતાવવામાં આવ્યો છે
તમામ વિધાનસભાઓમાં ફેરવીને દિલ્હીમાં જે રીતે સર્વાંગી વિકાસ થયો છે તે બતાવવામાં આવ્યો છે

30 ટીમ બનાવાઈ
દિલ્હીમાં દરેક વિધાનસભામાં ગુજરાતના કાર્યકર્તાઓની 30 ટીમ બનાવીને જે તે વિધાનસભામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે. તેની ઝાંખી બતાવવામાં આવી. દરેક વિધાનસભાની અંદર મહોલ્લા ક્લિનિક કેવી રીતે કામ કરે છે.સરકારી શાળાઓમાં કયા પ્રકારની વ્યવસ્થા છે. શિક્ષકોની કામગીરી શું છે. ઝૂપડપટ્ટીઓમાં નાગરિકોને કેવા પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. તેવી તમામ નાની-મોટી બાબતોને લઈને સમજણ આપવામાં આવી છે.

દિલ્હી મોડલ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ
વિધાનસભાના ચુંટણી દરમિયાન દિલ્હી સરકારે જે કામગીરી કરી છે. તેને લોકો સુધી પહોંચાડવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે. તેને લઈને આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓને તૈયાર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી સામેની લડાઇ લડવા માટે આમ આદમી પાર્ટી તમામ પ્રકારના મોરચા ઉપર પોતાની મજબૂતાઈ નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. કાર્યકર્તા જેટલા સારી રીતે દિલ્હી મોડલ લોકો સુધી પહોંચાડવામાં સફળ થશે તેના ઉપર જ આમ આદમી પાર્ટીના ચૂંટણી ના પરિણામ ઉપર લાવી શકશે.

ગુજરાતના કાર્યકર્તાઓની 30 ટીમ બનાવીને જે તે વિધાનસભામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે
ગુજરાતના કાર્યકર્તાઓની 30 ટીમ બનાવીને જે તે વિધાનસભામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે

જન જન સુધી વાત લઈ જશું
દિલ્હીના પ્રવાસે ગયેલા સુરતના શહેર મંત્રી રજનીકાંત વાઘાણીએ જણાવ્યું કે, અમે દિલ્હીના વિવિધ વિધાનસભા વિસ્તારોની અંદર ગયા હતા. સુરતની ટીમને ત્રિલોકપુરી, કોંડલી અને નાગલોઈ વિધાનસભાની મુલાકાત લીધી હતી. કેજરીવાલજી નું સ્વપ્ન છે કે, દરેક વિધાનસભાની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ 2024 સુધીમાં શરૂ કરવી. વિધાનસભામાં જેટલી જમીન ફાળવવામાં આવે તેના ઉપર 600 થી લઈને 1200 બેડની ફુલ એર કન્ડિશનર હોસ્પિટલો શરૂ કરશે. દિલ્હી સરકાર સ્પોર્ટસને લઈને પણ ખૂબ જ ગંભીર છે. વિધાનસભામાં સ્પોર્ટ સંકુલ બનાવ્યા છે. ઝૂંપડપટ્ટીઓમાં પણ સીસીટીવી લગાડવામાં આવ્યા છે. ડ્રેનેજની સારી વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાજકીય ઇચ્છાશક્તિ હોય તો સરકાર લોકો માટે કેટલું સારું અને ગુણવત્તાસભર કામગીરી કરી શકે છે. તે દિલ્હીની વિધાનસભામાં જઈએ ત્યારે માલૂમ પડે છે. ગુજરાતની આગામી વિધાનસભામાં અમે જન-જન સુધી દિલ્હી મોડલને લઈ જઈશું.