તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી છે જેમાં કોઈ કરોડોની સંપતિના આસામી છે તો કોઈ પરિવારના ભરણપોષણ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આવા જ એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જેમણે આપ પાર્ટી એ 17 નંબર વોર્ડના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. દિવસે સંયુક્ત પરિવારના ગુજરાન માટે ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતાં ધર્મેશભાઈ ભંડેરી રાત્રિ દરમિયાન પોતાના મત વિસ્તારમાં મત માંગતા કહે છે કે, સિસ્ટમમાં બદલાવ ઈચ્છતા હોઈએ તો સિસ્ટમમાં દાખલ થવું જ પડે છે. મને રાજકારણનો કોઈ શોખ નહોતો પરંતુ દિલ્હીમાં કેજરીવાલની સરકારે કરેલા સામાન્ય માણસોના કામ અને સુરતમાં સર્જાયેલી તક્ષશિલા અગ્નિકાંડે મને રાજકારણમાં ઉતરવા માટે પ્રેરણા આપી છે.
ટૂંકી આવક છતાં લડી લેવા મક્કમ
સરથાણામાં આવેલી પાસોદરા રોડ પરની જીવનદીપ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ જયંતિભાઈ ભંડેરી (ઉ.વ.આ.37) કાપડ માર્કેટમાંથી સાડીઓ લાવી ડાયમંડ, ટીકી અને લેસ લગાડવાની મજૂરી કામ કરી રહ્યાં છે.સામાન્ય નાગરિકને આમ આદમી પાર્ટીએ ટીકીટ આપતાં કોર્પોરેશનમાં સતાધારી પાર્ટીના ઘરમાં ઝાડુ મારવાનો તખ્તો તૈયાર કરી રહ્યાં છે. માર્કેટમાં મજુરી કામ કરતા શ્રમજીવી ધર્મેશભાઈ રોજના 800-1000 રૂપિયા કમાઈને સંયુક્ત પરિવારના 6-8 સભ્યોનું ભરણ પોષણ કરતા હોવાનું જણાવ્યું છે. લોક ભાગીદારીવાળી સતા બનાવવામાં કોર્પોરેશન ની ચૂંટણી લડતા ધર્મેશભાઈએ કહ્યું હતું કે, 2013 ની દિલ્હીની વિધાનસભા ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલજીની કામગીરીથી પ્રેરિત થઈ આપ માં જોડાયો હતો.
સાડીઓ પર જોબ વર્કનું કામ કરે છે
જામનગરના બજરંગપુર ગામના વતની ધર્મેશભાઈ માતા-પિતા, પત્ની, સંતાન અને નાના ભાઈ-વહુ સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહે છે.છેલ્લા 10-12 વર્ષથી જોબ વર્કનું કામ કરે છે.માર્કેટમાંથી રોજની 150-200 સાડીઓ લાવી ડાયમંડ, ટિકી,અને લેસ લગાડવાનું કામ કરી કરી રહ્યાં છે. લોક ડાઉન સમયમાં મકાનના હપ્તા ભરવાના પણ પૈસા ન હતા.શાકભાજી સસ્તું મળે એટલે કિલો મીટર સુધી ચાલીને શાકભાજી લાવતા હતાં.રાજકારણમાં પરિવાર સો ટકા સાથ આપી રહ્યો છે.
તક્ષશિલા અગ્નિ કાંડ બાદ ચૂંટણી લડવાનો નિર્ણય
આ અંગે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, જ્યારે સુરતની તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બની ત્યારે લાગ્યું કે આવું તંત્ર શું કામનું જે બાળકોના જીવન બચાવવા માટે ચોથા માળ સુધી આગ ઓલવવામાં નિષ્ફળ જાય. તક્ષશિલા આરકેટ તેમના વોર્ડમાં આવે છે, ત્યારથી તેમણે વિચાર્યું કે, સિસ્ટમમાં આવીને જ સિસ્ટમને બદલી શકાય છે. જેથી તેમણે વિચારણા બાદ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
માત્ર ધોરણ 10 સુધી જ ભણ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાપડમાં કામ કરી પોતાના સંયુક્ત પરિવાર સાથે રહી જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેઓ માત્ર ધોરણ 10 સુધી જ ભણ્યા છે અને આર્થિક સંકડામણ અને તબિયત સારી ન હોવાના કારણે તે વખતે તેમણે ભણવાનું છોડી દીધું હતું. હાલ તેઓ રાત્રી દરમિયાન અને જ્યારે પણ સમય મળે ત્યારે દિવસ દરમિયાન પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેમના મતે ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવા માટે જ તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
લોકોનો સપોર્ટ મળે છે
ધર્મેશભાઈએ કહ્યું કે, મને કોઈ ઓળખતું નહોતું. હું સામાજિક કાર્યકર્તા ની સાથે આધ્યામિક પ્રચારક જ હતો.શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ અને નિજાનંદ સંપ્રદાયના અનુયાયીના ફોલોઅર બની કથા કરવા અનેક શહેરોએ ને બીજા રાજ્યોમાં જાવ છું.સુરત મહાનગર પાલિકાના સિસ્ટમમા ખામી હોવાથી લોકશાહી વાળી સતા દેખાતી નથી.લોક ભાગીદાર વાળી સતા બનાવવા રાજકારણમાં આવ્યો છું, લોકોનો અને લગભગ તમામ સિનિયર સિટીજનોનો ખૂબ સહકાર અને આશીર્વાદ મળી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.