• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • AAP Surrounds Chairman At Surat Education Committee General Meeting, Protests With Placards Reading 'Varta Re Toreh Chairman Does Not Respond'

સામાન્ય સભા તોફાની બની:સુરત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં AAPએ અધ્યક્ષને ઘેર્યા, 'વાર્તા રે વાર્તા અધ્યક્ષ જવાબ નથી આપતા' લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ

સુરત7 દિવસ પહેલા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આપ દ્વારા ભાજપના શાસકોને ઘેરવામાં આવ્યા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા યૌન શોષણ અને સ્ટોરી ટેલિંગ પાછળ થયેલા કૌભાંડનો મુદ્દો કાઢ્યો હતો. આમ આદમી પાર્ટીના સમર્થકો અને કોર્પોરેટરો દ્વારા સામાન્ય સભાની બહાર જબરજસ્ત સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની ચેમ્બરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે નવનિયુક્ત રાષ્ટ્રપતિના ફોટા તમામ શાળાઓમાં લગાડવામાં આવે. મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના ફોટા દરેક નગર પ્રાથમિક શિક્ષણની કચેરી અને શાળાઓમાં લગાડવામાં આવશે.

સામાન્ય સભા આપે મુદ્દા ગજવ્યા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય શરૂ થતા પહેલા જ એંધાણ આવી ગયા હતા કે તોફાની બનશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આમ આદમી પાર્ટીના માત્ર એક સભ્ય છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીના યૌન શોષણ કરવાના મુદ્દે અધ્યક્ષ સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ સ્ટોરી ટેલિંગ માટે જે એડ્રેસ ખોટો આપવામાં આવ્યો હતો તેને લઈને પણ ભારે તોફાન મચાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સમર્થકો અને કોર્પોરેટરો અધ્યક્ષની કેબિનમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો.

એજન્સીનો એડ્રેસ લખવામાં ભૂલ થઈ હોવાની શાસકોની કબૂલાત
​​​​​​​
આમ આદમી પાર્ટીના સભ્ય દ્વારા સ્ટોરી ટેલિંગ બાબતે ખોટી એજન્સી ઊભી કરવાના આક્ષેપ કરાતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષએ કહ્યું કે એડ્રેસ લખવામાં જે નંબર લખાયો હતો તેમાં માનવીય ભૂલ થઈ છે. બીજું કંઈ જ ખોટું થયું નથી.

અસંવેધાનિક શબ્દ નક્સલી મારા માટે પ્રયોગ કરાયો
​​​​​​​
આપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોએ કહ્યું કે મને અસંવિધાનિક શબ્દ નક્સલીથી સંબોધવામાં આવ્યો હતો. વિનોદ ગજેરાએ મને નક્સલી કહીને કહ્યું કે આ વ્યક્તિને ત્રણ સભા માટે સસ્પેન્ડ કરી દો. જે કામો હતા તેની કોઈ પણ રજૂઆત કરવા દેવામાં ન આવી અને ફટાફટ મંજૂર કરીને સભા પૂરી કરી દેવામાં આવી છે.

શિક્ષણ સમિતિ નીતિ વિરોધ પક્ષનો વળતો જવાબ આપવામાં નબળી
​​​​​​​
આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને ઘેરવા માટે શિક્ષણનો મુદ્દો સૌથી વધુ ઉછાળવામાં આવી રહ્યો છે, એવી સ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ યોગ્ય રીતે વહીવટ ન કરી શકતા હોય તેવી છાપ ઉપસી રહી છે. વારંવાર કોઈકને કોઈક મુદ્દે આમ આદમી પાર્ટી સફળતાપૂર્વક મુદ્દા ઉપાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેનો જવાબ આપવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ નિષ્ફળ થતી દેખાઈ રહી છે. જેના કારણે કોર્પોરેશનમાં ભાજપ શાસકોની છબી પણ ખરડાઈ રહી છે. આપના સભ્યો શિક્ષણ સમિતિના મુદ્દાઓને ઉછાળીને લોકો સુધી લઈ જઈ રહી છે. આપના આક્ષેપોનો વળતો જવાબ આપવામાં સક્ષમ નથી તેવી ચર્ચા શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...